________________
એકત્રીશમું ] આ યદેવસૂરિ
૪૩ “ઉત્તરાધ્યયનસૂત્રની પ્રાચીન ટીકામાં અને “પ્રભાવકરિઝમાં ઉલ્લેખ છે કે શારાપદ્રગચ્છ તે ચંદ્રગચ્છને પેટાગછ છે. કિન્તુ કેટલાએક શિલાલેખ તથા ગ્રંથમાં શબ્દ છે કે–ચારાપદ્રગ૭ તે વડગચછને પેટાગછ છે. સંભવ છે કે, વટેશ્વરગચ્છ અને વડગચ્છમાં શબ્દસામ્યતા છે તેમજ સમાચારની એકતા છે. એ કારણે આ બીજી માન્યતા ચાલી હશે. પરંતુ થારાપદ્રગચ્છ તે વડગચ9થી પ્રાચીન છે. એટલે તે વડગચ્છથી નીકળ્યો હોવાનું સંભવિત નથી. ઉક્ત શિલાલેખથી તેને ઊકેલ આવી જાય છે કે–“ભારાપદ્રગછની ઉત્પત્તિ વડગચ્છથી નહીં, કિન્તુ વટેશ્વરસૂરિથી થઈ છે”
આ થારાપદ્રગચ્છમાંથી સં. ૧રરરમાં પિમ્પલગચ્છ નીકળ્યો છે.
(પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨ પૃ. ૨૫) આર વીરભદ્રસૂરિ :
તેઓ વિક્રમની આઠમી સદીના બહથત આચાર્ય છે. તેમના ઉપદેશથી જાલેરમાં ભગવાન કાષભદેવનું મોટું વિશાળ અને મને હર શિખરબંધી મંદિર બન્યું હતું. તેમણે આ ઉદ્યાનસૂરિને સિદ્ધાંત ભણાવ્યા હતા.
(કુવલયમાલાની પ્રશસ્તિ, ગાથા–૧૪, ૧૫, ૧૯) આ હરિભદ્રસૂરિ :
આ. શ્રીહરિભદ્રસૂરિ તે મહાપ્રભાવક અને મહાન ગ્રંથકાર છે. તેમને સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથરાશિ મટે છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા, અપૂર્વ જ્ઞાનપ્રતિભા, સમભાવ, નિષ્પક્ષ આલેચના અને ભાષાપ્રભુત્વ ભારતીય સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયેલ છે.
તેમના જીવનચરિત્ર માટે વિવિધ ગ્રંથ બન્યા છે. આ પ્રભાચંદ્રસૂરિ તેમના જીવન ઉપર નીચે પ્રમાણે પ્રકાશ પાડે છે.
પંડિત હરિભટ્ટ વેદશાસ્ત્ર, દર્શનશાસ્ત્રના જાણકાર હતા. ચૌદ વિદ્યાના પારગામી હતા. તે ચિત્તોડના રાજા જિતારિન પુરોહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org