________________
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ તેને દક્ષિણમાં એવું ફરમાન કરી આપ્યું હતું કે, સંપ્રદાયની મર્યાદા કાઢી નાખવાથી લધુતા થવા પામી છે, માટે વ્યવસ્થા કરવામાં આવે છે કેપાટણમાં તે જ, યતિ-મુનિ રહી શકશે કે જે ચિત્યવાસીઓને સમ્મત હાય. બીજે યતિ અહીં રહી શકશે નહીં વગેરે.
આ વ્યવસ્થાથી એ ફલિતાર્થ થાય છે કે પાટણમાં પંચાસરના દેરાસર પાસે ઉપાશ્રયમાં આ. દેવચંદ્રસૂરિની ગાદી હતી અને તેમને અનુકૂળ હોય તે જ આચાર્યો કે યતિએ પાટણમાં આવીને રહી શકતા હતા. તેમની કે તેમના પટ્ટધરેની સમ્મતિ મળે તેને અહીં આવવાની, રહેવાની અને ગમે તે સ્થળે ઊતરવાની છૂટ હતી. તેઓની સમ્મતિ વિના કે તેઓની વિરુદ્ધમાં જઈને કેઈ જેન યતિ–મુનિ પાટણમાં આવી રહી શકતે નહીં.+
વનરાજે પ્રવર્તાવેલ આ “વ્યવસ્થા” ઉપકારના ત્રણ ઉતાર રૂપે ગુરુને બહુમાનમાં કે ગુરુદક્ષિણ તરીકે હતી. આવી વ્યવસ્થા વંશપરંપરા માટે હોય છે. તેમાં ફેરફાર કરી શકાય તેવું હતું જ, નથી. ખાસ પ્રસંગ આવે તે રાજા વિદ્યમાન આચાર્યને ગ્ય વિનતિ કરે, પરંતુ વ્યવસ્થામાં છૂટછાટ મૂકવી એ તે આચાર્યને આધીન હોય છે.
આપણે જાણીએ છીએ કે આ વ્યવસ્થાને પરિણામે પાટણમાં આરણ્યક, વિહરુક અને એવા સંવેગી મુનિઓને પ્રવેશ સદંતર બોધ હતું, જે ચંદ્રકુલીન આ. જિનેશ્વરસૂરિ–બુદ્ધિસાગરસૂરિ પધાર્યા ત્યારે અને રાજા ભીમદેવના સમયમાં આ. મુનિસુંદરસૂરિ પધાર્યા ત્યારે થોડે ઘણે અંશે ખૂલ્યું હતું અને ગૂજરચક્રવતી સિદ્ધરાજ
+ આજે પણ બિકાનેર, જયપુર વગેરે સ્થાનમાં ખરતરગચ૭ના શ્રીપૂ માટે આવી જ મર્યાદાઓ પ્રવર્તે છે. ખરતરગચ્છની મોટી ગાદીના શ્રીપૂજ કે નિશાન સાથે જયપુરમાં આવી શકતા નથી. તેના બદલામાં નાની રગ શાખાના શ્રીપૂજ બિકાનેરમાં જઈ શકતા નથી. એકબીજાની સમ્મતિ મેળવીને જઈ શકે છે. આમાં ફેરફાર થાય તો તેઓના પ્રવેશ-ઉત્સવને રહાર તરફથી મનાઈહૂકમ મેળવી રોકી દેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org