________________
એકત્રીસમું] આ૦ ચદેવસૂરિ
४४४ પંચાસરને રાજા જયશિખરી મરણ પામ્ય એટલે તેની રાણી રૂપસુંદરી ગર્ભવતી હતી. તે ગર્ભના રક્ષણ માટે જંગલમાં ચાલી ગઈ અને તેણીએ જંગલમાં જ એક બાળકને જન્મ આપે. તેનું વનરાજ એવું નામ રાખ્યું. જે સ્થળે વનરાજ જનમ્યા તે
સ્થાને આજે વણદ ગામ વસેલું છે. રાણીને શત્રુઓને સદાય ડર હિતે. એટલે બાળકના રક્ષણની પૂરી ચિંતા હતી. એક વાર આ. શીલગુણસૂરિ તે રસ્તે થઈને જતા હતા. તેમણે ઝાડની ડાળીમાં લટકતી ઝોળીમાં સુવાડેલ બાળકને જે, અને તેનાં લક્ષણોથી
આ બાળક પ્રતાપી પુરુષ થશે” એમ સૂરિજીને જણાયું. તે જ સમયે દુઃખી હાલતમાં રહેલી રાણી રૂપસુંદરીએ આવી સૂરિજીને પિતાનું વીતક કહી સંભળાવ્યું. આચાર્ય મહારાજે તે સાંભળી તેણીને આશ્વાસન આપી, તે બન્નેને પંચાસરમાં ઉપાશ્રયે લાવી, તેમના રક્ષણનું કાર્ય શ્રાવકને ઍપ્યું. બાળક વનરાજ પંચાસરમાં જૈન ઉપાશ્રયમાં રહેતા હતા, રમતું હતું અને ભણતું હતું. તે ઉંમરલાયક થયે એટલે સૂરિજીએ તેને તેના મામા સુરપાળને સેં. વનરાજ મામાની ટેળીમાં રહી યુદ્ધકળા શીખે અને ધીમે ધીમે વિકાસ સાધી તેણે ગુજરાતના રાજ્યને પાયો નાખે. તેણે વિ. સં. ૮૦૨માં અક્ષયતૃતીયાને દિવસે અણહિલપુર પાટણની સ્થાપના કરી, તેમજ પંચાસર પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરનું પણ ખાતમુહૂર્ત કર્યું. પાટણમાં ગુજરાતની રાજધાની સ્થાપી અને તે મંદિરમાં સૂરિજીના હાથે ભવ પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિરનું બીજું નામ વનરાજવિહાર પણ છે. ' | વનરાજે ગુજરાતના મહાન સામ્રાજ્યની સ્થાપના કરી, તેમાં તેને આ સૂરિજીનું વાત્સલ્ય, કૃપા અને શિક્ષાદાન એ જ મુખ્ય સાધન હતાં અને બુદ્ધિશાળી જૈનોની પૂરી મદદ હતી. ઘણા બુદ્ધિશાળી જેન અજૈન વિદ્વાને એમ માને છે કે “ગુજરાતના સામ્રાજ્યની સ્થાપના અને વિકાસ તે જેનેને જ આભારી છે.” આમાં કંઈ જ અતિશયોક્તિ નથી.
આ. શલગુણસૂરિ ચૈત્યવાસી હતા. વનરાજે રાજા થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org