________________
૪૫૫
અઠ્ઠાવીસમું ]
અ વિબુધપ્રભસૂરિ સીલહેર, હલસીના કદંબ અને મહીસુરના હેયસલેમાં પણ ઘણું જૈન રાજાઓ થયા છે. શકરગણ તે શ્વેતાંબર રાજા છે, ઉપરના રાજાઓમાં ઘણુય થતાંબર રાજાઓ થયા છે જેનાં નામે સંપ્રદાયભેદના કારણે દિગમ્બર શિલાલેખમાં પૂરી રીતે મળી શક્તાં નથી. કુપાકજી તીર્થ
નિઝામ રાજ્યમાં કુલ્પાકજી તીર્થ છે. જેને લેકે કુલ્પાક, કુ૫પાક, કેલિયાપાક અને માણેકસ્વામી એમ વિવિધ નામેથી સંબોધે છે.
- ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર સિંહનિષદ્યા પ્રાસાદમાં ચિવશે તીર્થકરોની રત્નમય પ્રતિમાઓ સ્થાપી હતી. તેમજ પિતાની આંગળીની વીંટીના લીલા માણેકમાંથી ભ. શ્રીષભદેવની જટાજૂથવાળી “માણિકસ્વામી” નામની પ્રતિમા બિરાજમાન કરી હતી. આ પ્રતિમા ઘણું જ મનહર હતી, એટલે અનુક્રમે વિદ્યાધરે, સૌધર્મેન્દ્ર અને રાવણ મંદોદરીએ પિતાપિતાનાં સ્થાનમાં લાવી આ પ્રતિમાની પૂજા કરી હતી. મદદરી રાણએ લંકાન નાશ થયો ત્યારે આ પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી. જ્યાં આની પૂજા દેવે કરતા હતા. કર્ણાટકના રાજા શંકરગણે પિતાના પાટનગર કલ્યાણીમાં ફેલાયેલ મરકી રેગની શાંતિ કરવા માટે લવણધિપતિ દેવને આરાધી આ પ્રતિમા મેળવી, તેને રથમાં સાથે લઈ કલ્યાણ નગર તરફ પ્રયાણ કર્યું. વિકટ માર્ગ વટાવી કુપાક નગર પહોંચેલા શંકર રાજાએ “પ્રતિમાજીનો રથ આ વિક્ટ માર્ગ વટાવી આવે છે કે નહીં ” એમ શંકાથી પાછળ વાળી જોયું કે તરત જ રથ ત્યાં કુલ્પાકજીમાં જ તંભિત થઈ ગયે અને રાજા શંકરગણે ભગવાન માણેકસ્વામીની ત્યાં કુલ્લાકમાં જ પ્રતિષ્ઠા કરી તેની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. તેના અભિષેકનું પાણી છાંટવાથી કલ્યાણી નગરમાં મરકી શાંત થઈ અને કુલ્પાકજીનું ધામ તીર્થ તરીકે વિખ્યાત થયું. આ તીર્થની સ્થાપના વિ. સં. ૬૪૦ લગભગમાં થયેલ છે. વિ. સં. ૬૮૦માં અહીં રાજ્યકાંતિ થઈ હતી અને વિ. સં. ૧૨૪૩માં મેટી સંહારક ધર્મ કાંતિ થઈ હતી. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org