________________
૪૫૪. જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ હતું, તેના પુત્રનું નામ બુદ્ધરાજ હતું, તેના સમયે કર્ણાટકને રાજા પ્રથમ પુલકેશી ચૌલુક્ય હતું, જેણે અલક્તમાં જન મંદિર બનાવ્યું હતું. પ્રથમ પુલકેશીના નાના પુત્ર મંગલેશે વિ. સં. ૬૪૮ કે ૬૬૬માં શંકરગણુના પુત્ર બુદ્ધરાજને હરાવી કલ્યાણમાં પિતાની સત્તા સ્થાપી હતી અને બીજા પુલકેશીના ઉત્તરાધિકારીઓએ તે વિ. સં. ૬૮૦માં કલ્યાણને જ પુન: પાટનગર બનાવ્યું હતું. આ સાલવારી ઉપરથી તારવી શકાય છે કે શંકરગણ વિ. સં. ૬૪૦ લગભગમાં થયેલ છે.
ઈતિહાસ કહે છે કે કલચૂરી શંકરગણુને રાજ્યવિસ્તાર માટે હતા. લાટ પણ તેના તાબામાં હતું. (મુંબઈ ગેઝટીઅર ગ્રંથ ૧, ભાગ ૧, પૃ. ૧૧૪ તથા ભારતવર્ષ કે
પ્રાચીન રાજવંશ, ભા. , પૃ. ૩૮) રાજા શંકરગણે નગરની મરકીને શાંત કરવા માટે ચકવતી ભરત મહારાજાએ લીલા માણેક રત્નની બનાવેલી અંજનશલાકા કરાવેલી ભગવાન આદિનાથની પ્રતિમા મેળવી કર્ણાટકના કુલ્પાક નગરમાં સ્થાપના કરી હતી અને તેની પૂજા માટે ૧૨ ગામે આપ્યાં હતાં, જે સ્થાન આજે કુપાકતીર્થ અને માણેકસ્વામી એવા નામથી પ્રસિદ્ધ છે. આ એક જ પત્રમાં એવો ઉલ્લેખ મળે છે કે આ. ધર્મશખરસૂરિએ કર્ણાટકની રાજસભામાં “નમુત્થણે કલ્પ”ને પ્રભાવ બતાવ્યો હતે. એમ લાગે છે કે આ ઘટના શંકરગણ કે બુદ્ધરાજના સમયમાં કલ્યાણી માં બની હશે.
- બીજાથી બારમા સૈકા સુધી કર્ણાટકમાં કદંબ, ગંગ, ચૌલુક્ય રાષ્ટ્રકૂટ, કલચૂરી અને હૈયશલ એમ મેટા છ રાજવંશએ રાજ્ય કરેલ છે, જેઓ મેટે ભાગે જૈન કે જૈનધર્મપ્રેમી રાજાઓ હતા. બીજે પુલકેશી વગેરે જેન રાજાઓ થયા છે. આ સિવાય કંકણના
* રાજા મહાનદની રાણું મદનરેખાના પુત્રે દરિયો પૂરી કણને પ્રદેશ વસાવ્યો છે.
" ( પ્રબંધ ચિંતામણિ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org