________________
૨૪ *
જેને પરપરાને ઇતિહાસ
[પ્રકરણ વરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી, જે પ્રતિમાનાં નેત્ર લાખ લાખના મૂલ્યવાળા બે નીલમણિથી બનાવેલાં હતાં. વપ્રનગ કુળના બહાદેવે આ કાર્યમાં મોટે સાથ આપે હતું. આ સિદ્ધસૂરિના શિષ્ય જંબૂનાગ ગુરુપદે થિર થઈ વિહાર કરી લેવદ્રવાના રાજા તને પ્રત્યક્ષ વર્ષફળ કે જેમાં ચાલુ સાલમાં યવનાધિપ મુમુચિ (મહમદ ગિઝની) હલ લાવશે અને હારી જશે વગે રે બતાવી જૈનધર્મપ્રેમી બનાવ્યા હતા. બ્રાહ્મણને પણ અનુકૂળ કર્યા હતા.
દ્વવામાં ભગવાન મહાવીર સ્વામીનું મંદિર કરાવ્યું હતું અને જિનશતક'ની રચના કરી હતી. તેમના શિષ્ય દેવપ્રભ મહત્તર, તેમના શિષ્ય કનકપ્રભ મહત્તર, તેમના શિષ્ય સિદ્ધરાજ જય. સિંહના ભત્રીજા ઉ. પપ્રભ નામે થયા.
ઉ૦ પાપ્રભ કુમારપાળના સમયે પાટણ ગયા હતા. પછી તેમણે નાગોર, સિંધમાં ઠંભરેલા થઈ સામરેડી જઈ ત્યાં જિનાલય બનાવ્યું અને પંચનદ ઉપર હામ જાપ કરી ત્રિપુરાદેવીને સાધી વચનસિદ્ધિ મેળવો. તેમને ભીમદેવ રાજા (સં ૧૨૩૫ થી ૧૨૯૮)ની પટરાણુ ગુરુ તરીકે માનતી હતી. તેમણે સપાદલક્ષ દેશના અજમેરમાં રાજા વીસલની સભામાં ખરતરાચાર્ય જિનપતિસૂરિ (સં. ૧૨૨૩ થી ૧૨૭૭) સાથે “ગુરુકાવ્યાષ્ટક” પર વાત કરી જય મેળવ્યું હતું.
આ સમયે કોટક ગચ્છમાં ૪૮મી પાટે આ૦ નન્નસૂરિ થપા. તેમણે ઉપદેશ આપી ૩૯ વંશને જેન બનાવ્યા હતા. તે આ પ્રમાણે સુઘેચા, કઠમી, કોટડિયા, કપુરિયા, ધાકડ, વગેતા, નાગલા, નાર, સેઠિયા, ધરકટ, મથુરા, સેનેચા, મકવાણ, ફિરિયા, ખાણિયા, સુખિયા, લગલિયા, પાંડુગેતા, પિસાચા, બાકીલિયા, સહાચેતી, નાગણ, ખીમાણુદિયા, વડેરા, ગણેચા, સોનાણાં, આડેચા, ચીંચડા, નિબાડા વગેરે. (મહાત્માની વહીના આધાર) હાલ આ ગાત્રો તપગચ્છમાં મળી ગયાં છે. . ૪૮. આ કકસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org