SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ છબીશમું] આ સમુદસરિ ૪૩૧ દેવધિગણીએ આ વાચનામાં તેના ઉપલબ્ધ ભાગે જ લખ્યા છે. જે પાઠે એકથી વધુ સ્થાનમાં આવતા હતા, તેને એક એક સૂત્રમાં કાયમ રાખી બીજા આગમમાં ઉક્ત સૂત્રની સાક્ષી આપી તે લખાણને ટુંકાવ્યું છે.૪ અને એમ થવાથી પુસ્તકલેખનનું કામ બહુ સફળ બન્યું હતું. સામાન્ય રીતે પ્રથમ ઉપગે વગેરે લખી, છેવટે ૧૧ અંગો લખ્યાં છે; એમ આપેલા સાક્ષીપાઠેથી નકકી થાય છે. જ્યાં જ્યાં વાચનાભેદ પડ્યા, કે મતાંતર મળ્યા, ત્યાં ત્યાં તે અંગેના બીજા ઉપલબ્ધ પાઠેને પણ કાયમ રાખ્યા છે, પરંતુ ક્યાંય પણ મતિકલ્પનાને સ્થાન આપ્યું નથી. ગ્રંથસાહિત્ય આ૦ દેવધિ ક્ષમાશ્રમણે આ વાચનામાં આગમે ઉપરાંત બીજા ગ્રંથો પણ લખ્યા છે. તેમાંના કેટલાંકનાં નામે નીચે પ્રમાણે છે ચૌદ પૂર્વોમાંથી ઉદ્ધરેલા–(૨) સિદ્ધપ્રભુત, સંસક્તનિયુક્તિ, કર્મપ્રકૃતિ, શતક, (પંચસંગ્રહ, સપ્તતિકા, શતક,) જીવસમાસ, નિપ્રાભૂત, (૫) નયેચક, (૬) વાક્યશુદ્ધિ, (૭) ધર્મપ્રજ્ઞપ્તિ, (૮) પરિષહ અધ્યયન, પિડેષણા, (૯) ઘનિર્યુક્તિ, દશવૈકાલિકના છૂટાં સાત અધ્યયને, ચાર છેદઆગમે, કલ્પસૂત્ર, પંચકલ્પ, સ્થાપનાકલ્પ, (૧૦) પ્રતિષ્ઠાકલ્પ વગેરે. પૂર્વધરેએ રચેલા-તિષપ્રાકૃત,નિમિત્તપ્રભુત, આશ્વરસેનકૃત નિપ્રાભૂત વગેરે પ્રાભૂત, અંગવિદ્યા લેક ૯૦૦૦, જ્યોતિષકડક અ૦ ૨૧, ગચ્છાચાર ગા૧૩૭ વગેરે પ્રકીર્ણકો, સભાગ તત્વાર્થસૂત્ર, તરંગવતી, મલયવતી, વસુદેવચરિત્ર, પદ્મચરિત્ર, વસુદેવડીંડી, ઉપદેશમાલા, સન્મતિતક, ન્યાયાવતાર, બત્રીશીઓ, દેવાગમસ્તેત્ર વગેરે. એમ આ વાચનામાં કરેડ કલેકપ્રમાણ જૈન સાહિત્ય લખાયું છે. * ભગવતીસૂત્રમાં પ્રજ્ઞાપના-વાભિગમના, સ્થાનાંગસૂત્ર ૬૭રમાં સમવાયાંગના, સમવાયાંગ સૂત્ર ૪૯, ૮૧, ૮૮, ૧૩૬ ૧૫૩, ૧૫૭ વગેરેમાં સમોસરણ અધિકારમાં બૃહતક૫ભાષ્ય, ભગવતીજી, નંદી, નિર્યુકિતઓ અને પ્રતાપના સૂત્ર વગેરેના સાક્ષી પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy