________________
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ (સ્થા. ૩, ઉ. ૩, સૂ. ૧૦) શ્રદ્ધાવાન, હિતસ્વી, બુદ્ધિવાન, બહુશ્રત અને બળવાન પુરુષ ગણનાયક પદને યોગ્ય છે. (સ્થા. ૬, ઉ. ૩, સૂ. ૪૭૫) પ્રશ્ન:–ભગવાન ! દુ:ખ કેણે કર્યું? ઉત્તરજીવે પ્રમાદવડે કર્યું. પ્રશ્ન–એ દુ:ખ કેમ વેદાય? ઉત્તર – અપ્રમાદભાવે. (સ્થા. ૩, ઉ. ૨, સૂ. ૧૬૬)
- આ સૂત્રમાં આચાર્ય આર્ય રક્ષિતસૂરિના કાળ સુધીના ઐતિહાસિક પ્રસંગેને પણ દાખલ કરવામાં આવ્યા છે.
૪. સમવાયાંગસુત્ત (સમવાયાંગ)–જેમાં લગભગ ૧૬૬૭ કલેકપ્રમાણુ ગદ્યરચના છે. આ સૂત્રમાં એકથી લઈને ક્રોડ સુધીની સંખ્યાવાળા કેટલાએક પદાર્થોનું નિરૂપણ છે અને પછી ૧૨ અંગેનું
સ્વરૂપ તથા કુલકર અને ૨૪ તીર્થકરેનાં ચરિત્રો આપવામાં આવ્યાં છે. ' * ૫. વિવાહપ્રન્નત્તિ અંગસુત્ત—(વિવાહ પ્રજ્ઞપ્તિ) જેનાં બીજાં નામે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને ભગવતીસૂત્ર છે. જેમાં ૪૧ શતકે, દર શતકે દશ કે તેથી વધુ ઉદ્દેશાઓ, અનેક પ્રશ્નોત્તર અને ૧૫૭૪૨ 2લેકપ્રમાણુ ગદ્યરચના છે. પદ્ય બહુ ઓછી સંખ્યામાં છે.
આ સૂત્રમાં ધર્મ, વ્યવહાર, દર્શન, પરમાર્થ, વિજ્ઞાન, મૂળત, ભૂગોળ, ખગેળ, ઈતિહાસ, પ્રસ્તરશાસ્ત્ર, આણુ,પરમાણુ, પુદ્ગલ, કાળ, દિશા યુદ્ધકાળ, વનસ્પતિ, પશુવર્ગ, પ્રાણીવર્ગ, જીવ, ગર્ભસ્થિતિ, શરીરવિજ્ઞાન, વિચિત્ર ઘટનાઓ, શબ્દસ્વરૂપ, પ્રમાણે વગેરે અનેક વિષયેનું તલસ્પર્શી નિરૂપણ છે. ગણધરે, શિષ્ય, ગૃહસ્થ, બીજા દર્શનવાળા અજેને, સ્ત્રીઓ વગેરે પ્રશ્ન પૂછે છે અને ભગવાન મહાવીરસ્વામી તેને ઉત્તર આપે છે. આ પ્રશ્નોત્તર જ્યાં જ્યાં થયા છે, તે તે સ્થાને પણ દર્શાવવામાં આવ્યાં છે.
પ્રશ્નોત્તરના પ્રાસાદિક નમૂનાઓ નીચે પ્રમાણે છે –
પ્રશ્ન–ભગવાન ! લે, ત્રાંબુ, કલાઈ, સીસું, કેલસે અને કાટ એ દરેક ક્યા ક્યા જીવનાં શરીરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org