________________
૬
-
૧
છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ
૪૧૭ પંડિત, એકલવિહાર, નમ્રતા, સર્વજ્ઞવચન, સચ્ચારિત્ર, બ્રાહ્મણ કે? શ્રમણ કણ? ભિક્ષુ કેણુ? પુંડરિકકથા, તારકગુરુ, પાપીજીવન, દેહપષણ, પ્રત્યાખ્યાન, બે બે પહેલવાળા પ્રશ્નો, સ્યાદ્વાદ, માધ્યસ્થ, આદ્રકકુમારની પરીક્ષા, ગૃહસ્થ ધર્મસ્વરૂપ ઈત્યાદિ અનેક સૂચક વિચાર રજુ કર્યા છે. નિરૂપણ શિલી પ્રૌઢ અને રેચક છે. જેમકે – - કેટલાએક આરંભાસક્ત અને ઓછી બુદ્ધિવાળા પુરુષે કહે છે કે આ લેક એકાત્મ સ્વરૂપ છે. જો એમ હોય તે જે વ્યકિત પાપ કરે છે, તે જ દુ:ખ ભેગવે છે, એ કેમ બને? (૧–૧–૧૦) પિતે ચક્રવર્તી હોય કે નેકર હેય, પણ તેણે મુનિમાર્ગે ચાલનારને વંદન કરવામાં શરમાવું જોઈએ નહિ અને સદા સમતા રાખવી. (૨–૨–૩) બુદ્ધિવાળે, જ્યશીલ, સમતાકથી, સંયમપાલક, ક્ષમાશીલ અને નરમ સ્વભાવને હોય તે જ મનુષ્ય જ સાચે બ્રાહ્મણ છે, તે જ મનુષ્ય જ સાચે સાધુ છે. (૨–૨–૬) વગેરે વગેરે.
એકંદરે આ સૂત્ર મુનિઓ માટે બહુ જ ઉપકારક છે. આ અંગમાં વસ્તુઓ સમજાવવા માટે જરૂરી ઉપમાઓ અને દૃષ્ટાંતે પણ આપ્યાં છે.
૩. ઠાણુંગસુત્ત(સ્થાનાંગ)-જેમાં ૧૦ અધ્યયને છે અને ૩૭૦૦ શ્લોકપ્રમાણે ગદ્યરચના છે. ધાર્મિક અને વ્યવહારિક એવા ઘણા વિષયને અજોડ સંગ્રહ છે.
આ સૂત્રમાં એકેક, બેબે એમ દસદસ સુધીની સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ છે. એટલે કે એક ચેતના, ચાર મેઘ, ચાર સંજ્ઞાઓ, પાંચ અસ્તિકાય, પાંચ નિર્ગથે, પાંચ પુરુષ જાતિ, છો ક્ષયતિથિઓ, દશ સત્ય, દશ સ્થવિર, ઈત્યાદિ અનેક વસ્તુઓ વર્ણવી છે.
નિરૂપણશૈલી સરળ છે જેમકે-શ્રમણ બ્રાહ્મણની સેવાનું ફળશ્રવણ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ, અનાશ્રવથી કર્મશુદ્ધિ, કર્મશુદ્ધિથી અક્રિયા અને અક્રિયાથી નિર્વાણુરૂપ ફળ મળે છે.
૫?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org