________________
કે મહા પરિણ,
આની પાંચમી બનેલ છે
. ૨.
૪૧૬ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આધારે બીજા તસ્કંધની ૪ ચૂલાઓ બની છે. મહાપરિણાના આધારે સપ્તતિકા (ચૂલા બીજી) બનેલ છે (યુ. ૨, નિગાટ ૭થી૧૦) સાતિકાબન છે આની પાંચમી ચૂલા “નિશીથસૂત્ર મનાય છે.
૨. સૂયગડાંગસુત્ત (સૂત્રકૃતાંગ)–જેમાં ૨ તર્ક, ર૩ અધ્યયને, અને ૨૧૦૦ શ્લેકપ્રમાણ ગદ્યપદ્ય રચના છે. પદ્યો અનુટુપ, વૈતાલિક અને ઉપજાતિ વગેરે છે દોથી ભરપૂર છે, જેની ભાષા પ્રાચીનતાને નમૂને છે. મુખ્યતાએ દર્શને ૬ મનાય છે. કિન્તુ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તે કાલ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ ઈત્યાદિ અપેક્ષાએ દાર્શનિક વિચારધારાનાં જે જે મૂળ છે, તે તે દરેક દાર્શનિક મત છે અને તે ક્રિયાવાદીના ૧૮૦, અકિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩૨ એમ કુલ ૩૬૩ મતો છે. નાનાં મેટાં જે જે દર્શને ઉત્પન્ન થયાં છે, તે આમાંનાં અમુક અમુક મતેને વ્યવસ્થિતરૂપ આપીને જ ઉત્પન્ન થયાં છે. ભવિષ્યમાં જે જે દર્શને જન્મશે, તે પણ આમાંના અમુક અમુક મતેને વ્યવસ્થિત રૂપ આપી જન્મ લેશે. એટલે કે આ ૩૬૩ મતે એ જ દાર્શનિક ભેદોનાં મૂળ તત્ત્વ છે. તેની તુલના કરીને સાચું દર્શન કર્યું? અર્થાત્ સત્યધર્મ કહે ? તેને નિચેડ આ સૂત્રમાં આપવામાં આવ્યું છે. મુનિ દાર્શનિક મતભેદે, આંતરિક ભ્રમણાઓ અને બાહ્ય ફસાસણીઓને સમજીને તેમાં ફસાય નહીં એ આ સૂત્રને પ્રધાન વિષય છે.
આ સૂત્રમાં ચાર્વાક, અદ્રત, તજજીવ તછરીર દ્વત, બૌદ્ધ કર્તુત્વ સિદ્ધત્વ વગેરે વાદ, ગુરુપરીક્ષા, સાચું મેક્ષ, કુટુંબપ્રલેશન, ભ્રષ્ટ મુનિ, વીરેને માર્ગ, ત્યાજ્ય વસ્તુઓ, મહાવતે, થાકેલે, દીક્ષિતેની ભૂલભૂલામણી, સામણી, જિસન્માનની લાળ, કાયરેની દશા, વીરેની અડગતા, રાગીની સેવા, સાધુને પ્રતારણા, સ્ત્રીઆસક્તિ, યુવાનીનું ઝેર, ઉપાય, પતિતને દંભ, સ્ત્રીને ધર્મદંભ, ભવાડા, ભ્રષ્ટને નરકપ્રાપ્તિ, નરકનાં દુઃખ, ભ૦ મહાવીરસ્વામીની સ્તુતિ, પાખંડ માર્ગ, પાપભ્રમણ, સાચું બળ, બૂરી ભાષા, કુવ્યવહાર, સમાધિ. સન્માર્ગો, ૩૬૩ પાખંડ, જૂઠ, માયા, બાળક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org