________________
૪૧૫
છવીસમું]
આ સમુદ્રસૂરિ ચોરાશી જિનાગ:
આ૦ દેવર્ધિગણ ક્ષમાશ્રમણે વલભીમાં વીર સં. ૯૮૦માં આગમવાચનામાં અર્ધમાગધી તથા પ્રાકૃત ભાષામાં ૮૪ આગામે લખ્યાં હતાં, જેના નામે અને ટૂંકે પરિચય નીચે મુજબ છે. ૮૪ આગમઃ
૧. આયરંગસુત્ત(આચારાંગ)–જેમાં ૨ શ્રુતસ્કંધે, ૨૫ અધ્યયને અને ૨૫૫ લેકપ્રમાણ ગદ્યપદ્યરચના છે. આ સૂત્રમાં મુનિઆચારનું સંપૂર્ણ પ્રતિપાદન છે. એટલે કે મુનિને ઉદ્દેશીને અહિંસા, નિર્મોહત્વ, અલિપ્ત દશા, જાગૃતિ, તપ, સંયમ, પરિષહ, શીલ, વિહાર, ગુરૂઆશા, દીક્ષા, દીક્ષિતોની ભૂલભૂલામણું, વસ્ત્ર, મુનિસેવા, લજજા, અનશન, ભ૦ મહાવીરને માર્ગ, માંદાની સેવા, ગૃહસ્થસંસર્ગ ત્યાગ, શય્યા, શયન વખતની ચાર પ્રતિજ્ઞાઓ,ચોમાસું, વિહાર, પાણીમાં વિહાર, માર્ગપ્રશ્ન, ચાર જાતની ભાષા, વસ્ત્રવ્યવસ્થા, પાàષણ, વર્યનિવાસે, સ્વાધ્યાય, શબ્દ, મેહત્યાગ, કિયાએ, ભ૦ મહાવીરસ્વામીનું જીવન અને ભાવનાઓ ઈત્યાદિ અનેક વિષયેનું બહુ સૂક્ષમતાથી નિરૂપણ કરવામાં આવ્યું છે. અભ્યાસ મુનિ તેની અસરથી રંગાઈ જાય એવી તેમાં સચેટ શૈલી છે. જેમકે –
તમારી જે ભાવના છે, તેવી જ ભાવના તમે જેને ઠાર કરવા ઈચ્છે છે તેમાં પણ છે. તમે જેને ફેંસી નાખે છે, મારે છે કે ત્રાસ આપે છે, તેની તરફ નજર રાખશે તે તેને પણ તમારી પેઠે સુખદુ:ખની અસર થાય છે. માટે યાદ રાખવું કે, કેઈ પણ રીતે પિતે વધ કરે નહીં અને બીજાને વધ કરવાની પરવાનગી દેવી નહીં.
આયરંગમાં આવા આવા અનેક ઉપદેશસૂકત છે.
આયરંગસુત્ત ગણધર શ્રીસુધર્માસ્વામીએ બનાવ્યું છે તે જ છે માત્ર તેમાંથી પ્રથમ શ્રુતસ્કંધના ૭મા મહાપરિણા અધ્યયનને વિચ્છેદ થયે છે અને ચૂલિકાએ વધી છે. બાકી હતું તે જ વિદ્યમાન છે.
નિયુક્તિકાર લખે છે કે પહેલા શ્રુતસ્કંધના જુદા જુદા દેશોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org