________________
૪૧૪
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
શ્રમણ, આ૦ કાલકસૂરિ (ચાથા)આ॰ સત્યમિત્રસૂરિ વગેરે વાચનાચા અને યુગપ્રધાન થયા છે. તેમનું ચરિત્ર વાચકવશ (પૃ. ૧૮૮, ૧૮૯) યુગપ્રધાન પટ્ટાવની (પૃ. ૧૯૩) અને દેવિ ગણી પટ્ટાવલી (પૃ. ૨૯૪થી ૨૯૮)માં વિસ્તારથી આપ્યું છે. વળી આ જ અસામાં વલભીમાં પાંચમી આગમવાચના અને વડનગરમાં સંઘસમક્ષ ‘કલ્પસૂત્ર”નું વાચન થયાં છે.
વલભીમાં પાંચમી આગમવાચના:
આ સ્કંદિલસૂરિએ મથુરામાં ચાથી આગમવાચનામાં જે આગમા લખ્યાં હતાં, તેના વારસા આ॰ દેવધ ગણી ક્ષમાશ્રમણ પાસે હતા અને આ નાગાર્જુનસૂરિએ વલભીમાં વાચના કરી જે આગમા લખ્યાં હતાં, તેને વારસા આ॰ ભૂતદિન તથા આ કાલકસૂરિ (ચાથા) પાસે હતા. આ૦ વિધિ ને કપટ્ટી યક્ષ, ગોમુખયક્ષ અને ચક્રેશ્વરીદેવી પ્રત્યક્ષ હતાં. આ બન્ને આચાર્યાએ વીર સં ૯૮૦માં વલભીમાં માટુંમુનિસમ્મેલન મેળવ્યું, અને તેની રૂબરૂમાં ચેાથી આગમવાચનાના અન્ને પાઠાને તપાસી એક ચાક્કસ પાઠ તૈયાર કર્યાં, જેમાં આ૦ સ્કંદિલની વાચનાના પાને કાયમ રાખ્યા અને આ નાગાર્જુનની વાચનાના પાઠને વાયñતર કહી સાથે જ દાખલ કર્યાં. આ ઉપરાંત તે બન્નેય વાચનાના પાઠાંતરો હતા, તેને પણ શે॰ વગેરે સંકેતાથી કાયમ જ રાખ્યા છે અને એ રીતે દરેક આગમાને પુસ્તકારૂઢ કર્યા છે. લખવાની સરળતા માટે ફ્રી ફ્રી આવતા પાઠેને પૂર્વે લખેલ સ્થાનાની સાક્ષી આપી ટુંકાવી દીધા છે. આગમામાં ૧૧ અગા સૌની પછી લખ્યાં છે.
આ રીતે આ મુનિસમ્મેલનમાં ૮૪ આગમ, નિયુક્તિ, ભાષ્ય, કમ્મપડિ અને તત્ત્વા સૂત્ર વગેરે શાસ્ત્રો મળીને ક્રોડા શ્લોકપ્રમાણુ સાહિત્ય પુસ્તકારૂઢ થયુ છે. જો કે તેમાંથી પણ કાળના પ્રભાવે ઘણું સાહિત્ય નાશ પણ પામ્યું છે. પરમ સૌભાગ્યની વાત છે કે આપણને આજે જે આગમે મળે છે, જે અસલી જિનવાણી જળવાઈ રહી છે, તે આ આગમવાચનાનું જ મીઠું પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org