________________
૧૦
જૈન પરંપરાને ઇતિહાસ પ્રકરણ સં. ૬૦૦ પછી સ્થાપાયું છે. તે પછી વીર સં. ૫૩૦માં તે કુળમાં આ આચાર્ય થયા છે એ બને જ કેમ? એટલે કે તેમને સમયનિર્ણય ઘણું સંશોધન માગી લે છે. તેઓ વિક્રમની પાંચમી સદી દરમ્યાનકાળના આચાર્ય છે. તેઓ પૂર્વધર છે અને પૂર્વધરને કાળ વિ. સં. ૫૦ સુધી છે. એટલે તેઓ વિ. સં. ૧૯૦ પહેલાં થયા છે, એ નિર્વિવાદ વાત છે. અમે તે તેમને વિવાદગ્રસ્તકાળના કારણે બીજા વિવાદગ્રસ્તકાળવાળા આચાર્યો સાથે અહીં મૂક્યા છે.
આવ શ્રીવિમલસૂરિનાં પ્રાકૃત “પઉમરિય” તથા “હરિવંશચરિચંના આધારે દિગમ્બરાચાર્ય રવિષેણે વિ. સં. ૬૩૪માં સંસ્કૃતમાં પ્રાકૃતના જ સંવર્ધિત અનુવાદ જેવું અઢાર હજાર શ્લેકનું પદ્મચરિત, ત્યારપછીના થોડાક વર્ષોમાં થયેલ દિગમ્બર મહાકવિ સ્વયંભૂ તથા ત્રિભૂવન સ્વયંભૂએ અપભ્રંશમાં “પઉમચરિય” અને હરિવંશચરિયું, તથા કસ. આ૦ હેમચંદ્રસૂરિએ સંસ્કૃતમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અન્તર્ગત “રામચરિત્ર” તથા “નેમિનાથચરિત્ર” બનાવેલ છે. એટલે કે આ૦ વિમલસૂરિની રચના બહુ પ્રમાણ ભૂત અને આધારભૂત મનાય છે.
સં. ૨પમાં ચઉપન્નમહાપુરિસીરિયં દશ હજાર લેકપ્રમાણના કર્તા નિવૃત્તિકુળના આ૦ માનદેવસૂરિના શિષ્ય આ૦ વિમલમતિ અપનામ આ૦ શીલાચાર્ય હતા. આ આ૦ વિમલસૂરિથી જુદા છે. પંડિત ચડ:
પંડિત ચંડ મહાન વિદ્વાન હતું. તેણે પ્રાકૃત વ્યાકરણ” બનાવ્યું છે, જે પ્રાકૃત ભાષાનાં દરેક વ્યાકરણમાં સૌથી પ્રાચીન છે અને ઘણું જ નાનું છે. તેમાં તેમણે અપભ્રંશ ભાષાનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
ડો. વિંટરનીત્સ, ડો. લેયમેન વગેરે આ વિમલસરિને વીર સં. ૫૩૦માં વિદ્યમાન હવાનું માને છે. ડો. કીથ, ડો. બુલહર વગેરે આ આચાર્યને ઈસ્વીસનની ૭મી સદીમાં વિદ્યમાન હોવાનું માને છે.
“રામચરિએ સંસ્કૃત
રેલ છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org