________________
૪૦૦
જે પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ' આ રીતે વિ. સં ૮૪૫ માં વલભીને ભંગ એ ઐતિહાસિક બીના છે. આજે જૂના ટીલાઓ નજરે પડે છે અને તેની વચમાં ત્યાં આજે નવું વલભી વિદ્યમાન છે. ચેત્યસ્થિતિ:
વીરસંવત્ ૮૮૨ માં ચિત્ય સ્થિતિ થયેલ છે. એટલે જેના મુનિઓએ વિ. સં ૭ર માં વનવાસ બંધ કરી વસ્તીવાસને સ્વીકાર કર્યો છે.. " આપણે જાણીએ છીએ કે ચંદ્રિકુલના આ સ્વામી સમતભદ્રજીએ વનમાં રહેવાનું શરૂ કર્યું હતું. સાથે સાથે નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર કુલના બીજા શ્રમણે પણ વનમાં રહેવા લાગ્યા હતા અને ત્યારથી વનવાસીગચ્છ ચાલુ થયે છે પરંતુ સમયની વિષમતાથી વનમાં રહેવામાં ઘણું અડચણ ઊભી થવા લાગી. સજાઓનાં ભયંકર યુદ્ધો, બારબાર વર્ષોના દુકાળે આહાર-પાણીની દુર્લભતા, પઠન-પાઠનને અંતરાય, શ્રતને હાસ, સામર્થ્યને અભાવ, લેકની અપ્રીતિ અને સંઘની અસ્તવ્યસ્તતા ઈત્યાદિ હાનિકારક પ્રસંગે આવી પડ્યા. આથી મૃતધરેએ ગંભીર વિચાર કરી શ્રાવકેની વસ્તીમાં નહીં કિન્તુ મંદિર પાસેના ઉપાશ્રયમાં ઊતરવાની મર્યાદા ચાલુ કરી. આ મર્યાદાને પ્રારંભ વીર સં. ૮૮૨ વિ. સં. ૪૭માં થયેલ છે. જો કે મુનિઓ ત્યારે વનને બદલે ચૈત્યવસતીમાં માત્ર ઊતરતા હતા કિન્તુ ત્યાં સ્થાન પતિ બનીને રહેતા ન હતા.
તેઓ ત્યવસતીમાં ઊતરવા છતાં વિહરક એટલે સતત વિહારી હતા. સમયના પ્રવાહમાં એ મર્યાદામાં પણ શિથિલતા આવી અને કેટલાએક મુનિઓએ ચૈત્યવાસ અપનાવ્યા. વીરનિર્વાણની બારમી એટલે વિક્રમની આઠમી સદીના અંત સુધીમાં તે એ ચૈત્યવાસ સર્વથા વિકાર પામી ઘરવાસ જે બની ગયો. - આ હરિભદ્રસૂરિ મુનિઓના ચૈત્યવાસનું ચિત્રણ આપે છે કે–આધાકમી અહાર, સચિત્તગ્રહણ, ત્રણ વાર ભેજન, વિગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org