________________
વેશમું ] આ૦ દેવાનંદસૂરિ
૩૯૯ ૪–૨થા ઉલ્લેખ પ્રમાણે વિક્રમ સં. ૮૪૫ માં વલભીભંગ થયું છે. આ ઘટના પ્રસિદ્ધ છે. રંક વાણિયાની પુત્રીની કાંસકીના કારણે આ વલભીભંગ થયેલ છે. આ પ્રસંગે શ્રમણ સંઘ ત્યાંથી નીકળી પ્રભાસપાટણ, ભિન્નમાલ, મેઢેરા, કાસદ્ધહ (કાનંદ્રા) હારીજ વગેરે સ્થળે ચાલી ગયે હતું અને વલભીની જિનપ્રતિમા એને પણ ત્યાં પિતાની સાથે લઈ ગયે હતે.
ચીની યાત્રી યુએનસ્વાંગ વિ. સં. ૭૫ પહેલાં ભારતમાં આવ્યું હતું, ત્યારે સૌરાષ્ટ્રમાં જૈન, બૌદ્ધ અને શનાં હજારો મંદિરે હતાં અને વલભીમાં સેંકડે મંદિરે હતાં, એમ તે લખે છે. આ મંદિર અને વલભીને વિ. સં. ૮૪૫ માં નાશ થયે છે અને ત્યાર પછી વલભી પિતાની તે પૂર્વ જાહેજલાલીને ફરી મેળવી શકી નથી.
અલબેરની વિ. સં. ૧૦૮૮ માં લખે છે કે–સિંધના અરબી રાજા હશામે ઈગ્ન અમરૂઅલ તઘલખીએ પિતાના સેનાપતિ અમરૂબીન જમાલને દરિયાઈ રસ્તે મેકલી વિ. સં. ૮૧૪માં કાઠિયાવાડના જૈનત્ય ખૂણે આવેલા બરડ ઉપર ચડાઈ કરી હતી, જેમાં તેની હાર થઈ હતી. પછી વિ. સં. ૮૩ર માં રંક વાણિયાની શિખવણીથી બરડ ઉપર ફરી હલ્લે કર્યો હતે. અને વલભીને સર કર્યું હતું. જો કે તેને જય મળે પણ અચાનક રોગચાળો ફાટી નીકળવાથી તેના સૈન્યને નાશ થયેલ હતું. ત્યાર પછી તેણે ગંધાર ઉપર પણ ચઢાઈ કરી હતી.
જે કે અહીં બરડ શબ્દ ઘૂમલીને પ્રદેશ સમજાય છે કિન્તુ વિદ્વાને માને છે કે આ બરડ તે જ વલભી છે, જેને વિ. સં. ૮૩૪ લગભગમાં આરબેને હાથે નાશ થયે છે.
ઈતિહાસમાં ઉલ્લેખ છે કે, ભિન્નમાલના પ્રતિહાર રાજા નાગાવલોકે પણ વિ. સં. ૮૧૩માં લાટના રાષ્ટ્રકુટ રાજા કર્કને માર્યો છે. આ સમયે પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રાજ્યક્રાંતિ થઈ છે. સૌરાષ્ટ્ર ચાવડાઓના હાથમાં આવ્યું તે પહેલાં ભિન્નમાલના પ્રતિહારોના હાથમાં હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org