________________
આ માનતુંગર
૩૬૭
દ્વિગમ્યો માને છે કે આા૦ સમતભદ્રસૂરિએ ‘તત્ત્વાર્થ’ પર મહાભાષ્ય રચ્યું હતું, એટલે તેએ મા શબ્દથી તે પહેલાંના સ્વાયજ્ઞ લઘુભાષ્યનું અસ્તિત્વ સ્વીકારે છે જ. વળી, સૌ કોઈ ‘તત્ત્વાર્થ ’ના અભ્યાસી જાણે છે કે ‘સર્વાર્થસિદ્ધિ’ એ તે સ્વોપજ્ઞ ભાષ્યનું સાંપ્રદાયિક દૃષ્ટિએ કરેલ રૂપાન્તર જ છે. ટૂંકમાં એમ કહીએ તે ચાલે કે-તત્ત્વાર્થ સત્રપની દરેકે દરેક ટીકાએ સૂત્ર અને ભાષ્યની સંતાનપરંપરા રૂપે જ છે અને આ રીતે પણ એ નક્કી છે કે ‘તત્ત્વાર્થસૂત્ર’ અને ભાષ્યના કર્તા વાચક ઉમાસ્વાતિ મહારાજ જ છે,
વીસમુ]
વાચકએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં જીવવિજ્ઞાન, જવિજ્ઞાન, જનનવિદ્યા, શરીરવિજ્ઞાન માનસવિદ્યા, લાકવિજ્ઞાન, ભૂસ્તરવિદ્યા, ભૂગળ, ખગાળ, સ્થિતિસ્થાપકતા, કવિજ્ઞાન, પરાધીનતા, સ્વાતંત્ર્ય, પરમશાંતિ અને મેક્ષ ઇત્યાદિ અનેક વિષયાના સગ્રડ કર્યાં છે. આવા વિષયના સંસ્કૃતમાં આ એક જ ગ્રંથ છે અને તેથી જ તે ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
આ ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપર ‘ગન્ધહસ્તિ મહાભાષ્ય’ બન્યું હતું, એમ શ્વેતાર તથા દિગમ્બર સાહિત્યમાં ઉલ્લેખ છે, જે ગ્રંથ આજે ઉપલબ્ધ નથી અને ટીકાઓમાં તે માટે સૂચન પણ મળતુ નથી; તેથી કેટલાએક વિદ્વાના એમ માને છે કે આા૦ સિદ્ધસેન ગણીકૃત ટીકા એ જ મહાભાષ્ય હાવુ જોઈ એ અને આ॰ સિદ્ધસેન દિવાકરકૃત શસ્ત્રપરિનાના ગધહસ્તિ વિવરણને લીધે આ શ્રમજન્મ્ય હાવો જોઈએ.
'
સભાષ્ય ‘તત્ત્વાર્થ સૂત્ર’ ઉપર આ॰ સિદ્ધસેનગણી, આ॰ હિરભદ્રસૂરિ, આ॰ યશોભદ્રસૂરિ, આ॰ મલયગિરિ, આઇ શ્રી અજ્ઞાત, વા૦ શ્રીયશોવિજયજી મહારાજ વગેરેએ સંસ્કૃતમાં ટીકાએ રચી છે. દિગમ્બર આચાર્યાએ ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપર કેટલાંક સૂત્રોમાં ફેરફાર કરીને સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, લેકવાર્તિ ક, શ્રુતસાગરી, વગેરે સંસ્કૃત ટીકાઓ બનાવી છે અને સ્થાનકમાગી સાધુ ૯૦ આત્મારામજીએ દિગમ્બરીય ‘તત્ત્વાર્થ સૂત્રા’ પર સમન્વય બનાવ્યો છે. ભાષ્યાનુસારી સૂત્રેા ન લેવાથી એ સમન્વય સફળ થયેા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org