________________
ઓગણીસમું ]
આ માનવસરિ દેવીઓએ સૂરિજીને તક્ષશિલા જવાની મના કરી, એથી સૂરિજીએ શ્રાવકને કહ્યું કે, “મહાનુભાવ! ત્યાંના શ્રીસંઘનું કાર્ય હું અહીં રહ્યો જ કરી આપીશ” પછી સૂરિજીએ મંત્રાધિરાજગર્ભિત “શાંતિસ્તવ” ઓંત્ર બનાવી આપ્યું અને કહ્યું કે આ તેત્રપાઠ ગણી, પણ છાંટવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે. - વીરચંદ આ સ્તોત્ર લઈ તક્ષશિલા ગયે અને સંઘમાં સૂરિજીના કહેવા મુજબ પ્રયોગ કરવાથી શાંતિ થઈ. આ સિવાય સૂરિજીએ વ્યંતરના ઉપદ્રવને નિવારવા માટે તિજયપહુરં સ્તોત્ર બનાવ્યું છે.
ઉપદ્રવ શાંત થયા પછી થોડા વર્ષમાં તક્ષશિલાને ભંગ થયે હતે. ફરી તક્ષશિલા વસી. ઘણાં વર્ષો બાદ તેને પણ વિનાશ થયે હતે. છેલ્લા ભંગમાં અનેક મંદિર નાશ પામ્યાં છે. આજે તે નગર દટ્ટનપટ્ટનરૂપે છે.
આ૦ માનદેવસૂરિએ સિંધ તથા પંજાબમાં વિહાર કર્યો હતે. તક્ષશિલા, ઉચ્ચ ગાજીખાન, દેરાઉલ વગેરે સ્થાનોમાં વિચરી સાંઢા રજપૂતને પ્રતિબોધ આપી જેન બનાવ્યા હતા. તેઓ વીર સંવ ૭૩૧ માં ગિરનાર તીર્થ ઉપર અનશન કરી સ્વર્ગ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org