________________
પ્રકરણ વીસમું
આ માનતુંગસૂરિ તેઓ આ૦ માનદેવસૂરિના પટ્ટધર હતા.
જૈન ઇતિહાસમાં માનતુંગસૂરિ નામના બે પ્રસિદ્ધ આચાર્યો થયા છે. એક આ૦ માનદેવસૂરિના પટ્ટધર, જે વિકમની ચોથી સદીના પૂર્વાર્ધમાં થયા છે અને બીજા આઠ અજિતસિંહસૂરિના પટ્ટધર, જે વિકમની આઠમી સદીમાં થયા છે. આ બન્ને આચાર્યોનું જીવનચરિત્ર અલગ અલગ તારવી શકાય તેમ નથી. પ્રાચીન ગ્રંથકારેએ તે બન્નેનું એક જ જીવનચરિત્ર આલેખ્યું છે. અમે પણ એ જ કારણે આ૦ માનતુંગરસૂરિનું ચરિત્ર ૨૮ મા પ્રકરણમાં આપીશું.
આ આચાર્ય વિર સં૦ ૭પ૮ માં સ્વર્ગે ગયા. યુગપ્રધાન આઠ સિંહસૂરિ
તેઓ બ્રહ્મઢીપી શાખાના આચાર્ય છે. તેઓ વિ. સં. ૭૮૪ થી ૮૨૬ સુધી વાચનાચાર્ય હતા. (જુઓ પૃ૦ ૧૮૬) વાચક ઉમાસ્વાતિજી
ન્યોધિકા ગામમાં કૌભીષણિ ગેત્રને સ્વાતિ નામે બ્રાહ્મણ હતું. તેને વાત્સાયન ગેત્રવાળી ઉમા નામની પત્ની હતી અને ઉમાસ્વાતિ નામે પુત્ર હતા. તેમને ઘણી ઈરછા પછી આ બાળ કની પ્રાપ્તિ થઈ હશે તેથી બંનેનું નામ જોડીને આ બાળકનું ઉમાસ્વાતિ એવું નામ પાડવામાં આવ્યું છે. ઉમાસ્વાતિ રચિત વેતાંબર ગ્રંથ અને દિગમ્બર શિલાલેખમાં તેમનું નામ “ઉમાસ્વાતિ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org