________________
પ્રકરણ ઓગણીસમું
આ૦ માનદેવસૂરિ (પહેલા) પ્રદ્યતનસૂરિજીની પાટે મહાપ્રાભાવિક શ્રીમાનદેવસૂરિ થયા છે. તેમનો જન્મ મારવાડમાં આવેલા નાડેલ ગામમાં થયે હતો. એમના પિતાનું નામ શેઠ ધનેશ્વર અને માતાનું નામ ધારણું હતું. એકવાર પ્રદ્યોતનસૂરિજી વિહાર કરતા કરતા નાડેલ પધાર્યા, માનદેવસૂરિજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી, માતાપિતાની રજા લઈ, સાધુપણું સ્વીકાર્યું. તેઓ ગુરુચરણે બેસી ટૂંક સમયમાં જ શાસ્ત્રઅભ્યાસ કરી અગિયાર અંગ અને છેદસૂત્ર વગેરેમાં નિષ્ણાત થયા. ગુરુજીએ ગ્યતા જોઈ તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા.
ગુરુમહારાજે આચાર્યપદવી વખતે માનદેવસૂરિના ખભા ઉપર લક્ષ્મીદેવી અને સરસ્વતી દેવીને સાક્ષાત્ જોઈને વિચાર્યું કે આ નિરતિચાર ચારિત્ર પાળી શકશે કે કેમ? આનું ચારિત્ર અખંડ રહેશે કે કેમ? માનવદેવસૂરિએ ગુરુજીની આ મનોવેદના નિહાળી તે જ વખતે પ્રતિજ્ઞા કરી કે–આજથી હું ભક્તજનને ત્યાંથી આહાર વહેરીશ નહિ, અને હંમેશને માટે બધી વિગઈનો ત્યાગ કરીશ. સૂરિજીએ આ દઢ પ્રતિજ્ઞા આજીવન સુધી પાળી હતી.
સૂરિજીનું તપ વધુ ઉજજવલ બન્યું. તેમનાં અખંડ નૈષ્ટિક બ્રહ્મચર્ય અને જ્ઞાનના ઓજથી આકર્ષાઈ જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા નામની ચાર દેવીઓ તેમના સાંનિધ્યમાં રહેવા લાગી, જે નિરંતર વંદન કરવા આવતી હતી. આથી સૂરિજીનો યશ જગતમાં બહુ જ ફેલાયે.
આ સમયે તક્ષશિલા નગરી ઉત્તર પ્રાંતના જૈનોનાં કેન્દ્રરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org