________________
૩૫૮ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ડુંગરની ઉત્તર તળેટીમાં ઘૂમલી વસાવી પિતાના રાજ્યનો પાયો નાખે. ઘુમલીમાં તે શકે, ક્ષત્ર, ગુણો, વલભીવંશ અને જેઠવા રજપૂતોએ રાજ્ય કર્યું છે. અહીં બારમી સદી સુધી જેઠવાએનું રાજ્ય હતુંપછી તે નાશ પામ્યું. ઈરાની શાહીઓ આ૦ કાલકના ઉપાસકો હતા. આથી અહીં જૈનધર્મ અને વેદધર્મની પ્રધાનતા હતી. અહીં જૈન દેરાસર ઘણું હતાં. ઘૂમલી પર આફત ઊતરી ત્યારે જેનોએ બીજા નગરભંગ પ્રસંગે કરે છે તેમ અગમચેતી વાપરી અહીંની જિનપ્રતિમાઓને બીજા સુરક્ષિત સ્થાને હઠાવી દીધી હતી. સમય જતાં ત્યાંની ભદ્રિક જનતાએ એ ખાલી દેરાસરમાં શિવલિંગ વગેરે સ્થાપી દીધાં હતાં. આ મંદિરોમાં નવલખાનું મંદિર વગેરે મુખ્ય છે. જેનોએ બરડાના ડુંગર ઉપર પણ ભ૦ પાર્શ્વનાથ અને ભ૦ નેમનાથનાં મંદિર બનાવ્યાં હતાં, તેમજ ગુફાઓ કરાવી હતી. આ અલવાદિસૂરિએ સંભવત: આ ગુફાઓમાં જ સરસ્વતીની આરાધના કરી હતી. આજે ઘુમલી વિદ્યમાન નથી પણ તેનાં ખંડેરો દષ્ટિગોચર થાય છે.
શ્રી ચંદ્રશંકર ગૌ૦ જેશી લખે છે કે–બરડાની ગિરિમાલા ૪૦ માઈલના વિસ્તારમાં પથરાયેલી છે. તેની ઉત્તર તરફ વેણુ આભપરા(ફૂટ ૨૦૦૦)નાં સૌથી ઊંચા શિખરે છે. એ બન્નેના મધ્યભાગમાં અને ઘૂમલીના કિલ્લાની ત્રીજી દિવાલથી દૂર ઉપરના ભાગમાં ગુફાઓ છે. જામનગરના ભાણવડથી નેત્યમાં ૫ માઈલ, ઢાંકથી પશ્ચિમે ૪૦ માઈલ, રિબંદરથી ઈશાને ૩૦ માઈલ દૂર અને વેણુ તથા આભપરાની ઉત્તર તળેટીમાં ગિરિમાળની વચ્ચે ઘૂમલી નગર હતું. તેનાં ખંડેરે આજે દેઢ ચેરસ માઈલ જેટલી ભૂમિમાં પથરાયેલા છે, જે જોતાં તેના પ્રાચીન વૈભવને હૂબહૂ ખ્યાલ આવે તેમ છે. રાજમહેલ, વા અને મંદિરે વગેરેમાં વિવિધ શિલ્પકળાના સુંદર નમૂનાઓ ભર્યા પડ્યા છે. ઘુમલીથી પશ્ચિમે ૩૦ માઈલ દૂર મીંયાણી બંદર અને મીંયાણીથી દક્ષિણે ૧૨ માઈલ શ્રીનગર. એ પણ તે જ યુગનાં પ્રાચીન નગરો છે.
( “અખંડઆનંદ વ૦ ૪, અં૦ ૭, પૃ. ૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org