________________
૩૫૦
૧૨૫ કલમય પ્રતિમા
અ તથા અતિ
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આચાર્ય મહારાજે (૧) પહેલા શુભ મુહૂર્તમાં નાહડના પૂર્વજ રાજા વિંધ્યરાયની પ્રતિષ્ઠા કરી. (૨) બીજા શુભ મુહૂર્તમાં રાજકુમાર શંખ પાસે ઢીલી જમીનમાં ડાંગ ઠેકાવી, ત્યાં કૂ બને જે શંખવા તરીકે પ્રસિદ્ધ થયે. તે દુકાળ હોય તે પણ વૈ. શુ. ૧૫ ને દિવસે પાણીથી છલોછલ ભરાઈ જતો હતો અને (૩) ત્રીજા મુહૂર્તમાં સાચેરમાં પ્રભુ પ્રતિષ્ઠા કરાવી.
આ. શ્રીજજિજસૂરિએ વર સં. ૬૭૦ વિ. સં. ર૬૦ શાકે ૧૨૫ માં સાચેરમાં નહાડરાજે બનાવેલ દેરાસરમાં ભ૦ મહાવીરસ્વામીની પિત્તલમય પ્રતિમા અને બીજાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી છે. વળી, આચાર્ય મહારાજે દુગાસૂઅ તથા વયણુપમાં સાધુઓ મેકલી ત્યાંના દેરાસરેમાં પણ તે જ મુહૂર્તમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી.
ત્યારથી આ સ્થાન સાચેતીર્થ તરીકે જાહેર થયું છે. ત્યનો અધિષ્ઠાયક બ્રહ્મશાંતિ યક્ષ હતે. નાહારાજ અહીં નિરંતર પ્રભુપૂજા કરતે હતે.
કનોજના રાજાએ વિકમની તેરમી સદીમાં અહીં લાકડાનું મંદિર બનાવી તેમાં ભ૦ મહાવીર સ્વામીની પ્રતિમા બનાવી પ્રતિષ્ઠિત કરી હતી.
વલભીનગર ભાંગ્યું, સોમનાથ પાટણ તૂટ્યું, અને પાટણ પડ્યું ત્યારે આ તીર્થ ઉપર પણ કારમી આફત આવી હતી. કિન્તુ દૈવી પ્રભાવે સુરક્ષિત રહ્યું હતું, અંતે અલ્લાઉદીન ખીલજીએ વિસં. ૧૩૬૭માં મૂળનાયકની પ્રતિમાને વિનાશ કર્યો.
+ કને જના રાજાએ વિક્રમની તેરમી સદીમાં સારમાં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બનાવ્યું એમ “તીર્થ કલ્પસમાં ઉલ્લેખ છે પરંતુ વધુ સંભવિત એ છે કે વીરની તેરમી સદીમાં તે બનાવ્યું હશે. કેમકે સ ર તે અરસામાં કનોજના રાજ્યમાં હતું. તે અરસામાં કનોજના રાજા નાગભટે અનેક જૈન મંદિર બનાવ્યાં છે. વળી, વિક્રમની બારમી તેરમી સદીમાં તે લાકડાને બદલે પાષાણનાં દેરાસર બાંધવાનું શરૂ થયું હતું એ વાત પણ ભૂલવા જેવી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org