SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમું ] આ૦ દેવસૂરિ ૩૪૯ સ્વર્ણગિરિ–મારવાડમાં જાહેર પાસે પહાડી પર વિશાળ કિલે છે; જે સ્વણગિરિ, કનકાચલ, સહનગઢ વગેરે નામથી પ્રસિદ્ધ છે. નાહડ રાજાના સમયે આ કિલ્લામાં માત્ર કરેડપતિ જ રહી શકતા હતા, નવાણું લાખના આસામીને પણ રહેવાની છૂટ ન હતી. આ કિલ્લામાં નાહડ રાજાએ યક્ષવસતિ નામને માટે પ્રાસાદ કરાવી તેમાં સં. ૧૩પમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. ( વિચારશ્રેણિ) બીજો ઉલ્લેખ એવો મળે છે કે, આ પ્રદ્યોતનસૂરિએ સ્વર્ણગિરિ પર દેશી ધનપતિએ કરાવેલ યક્ષવસતિમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. (પંખુશાલની વીરવંશાવલી) આ બન્ને ઉલેખોને સમન્વય કરવાથી નકકી છે કે આ પ્રદ્યતનસૂરિએ વીર સં૦ ૬૮૦ વિ. સં. ર૭૦ શાકે ૧૩પમાં આ તીર્થની સ્થાપના કરી છે. તે સમયે આચાર્ય તથા નાહડ રાજા વિદ્યમાન હતા એસ ઈતિહાસથી પુરવાર થાય છે. સાર–નહુડ રાજાને નલદેશનું રાજ્ય મળ્યું. તે જેની રાજા હતો. તેણે એક વાર આ૦ જગિરિને વિનતિ કરી કે, પૂજ્ય ગુરુજી! મને એક મેટું એવું કાર્ય ફરમાવે કે જે કરવાથી માટે લાભ થાય. આ સમયે સાચેરમાં એક આશ્ચર્યકારક ઘટના બની. એક ગાય એક અજાણ્યા સ્થાને જઈ હંમેશા પિતાના ચારે આંચળનું દૂધ ઝરી આવતી હતી. આચાર્ય મહારાજે તે સ્થાને પ્રભુપ્રતિસા હેવાનું જણાવ્યું. આથી સંઘે તપાસ કરી તે ત્યાં ભગવાન મહાવીરસ્વામીની પિત્તલમય પ્રતિમા વિરાજમાન હતી. રાજાએ આચાર્ય મહારાજના ઉપદેશથી ત્યાં મેટું જિનાલય બંધાવ્યું, તેમાં તે પ્રતિમાજી પધરાવવાને નિર્ણય કર્યો અને આચાર્ય મહાશજને આ પ્રતિષ્ઠા કરાવવા માટે પધારવા વિનતિ કરી. આ જજિગસૂરિએ ત્યાં આવવા વિહાર કર્યો. તેમણે વીર સં. ૬૭૦ માં ત્રણ શુભ મુહૂર્ત જોઈ રાખ્યાં હતાં, જેમાં અમર કાર્યો થયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy