SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ આ જજિગરિ, રાજા નાહડ આ જજિજગરિ વિકમની ત્રીજી શતાબ્દીના પ્રભાવક આચાર્યું છે. તેમની અધ્યક્ષતામાં વીર સં૦ ૬૭૦માં સાર તીર્થની સ્થાપના થઈ છે. નફૂલદેશના મંડેવરના રાજાને સારી તેના કુટુંબીઓએ મડેવરમાં પિતાની ગાદી સ્થાપી આમ થવાથી ગર્ભવતી રાણી ત્યાંથી નાસી વરમાણ જઈ પહેચી. તેણીએ ત્યાં એક બાળકને જન્મ આપ્યો. એકવાર આ૦ જજિજસૂરિએ ઝોળીમાં સૂતેલા તે રાજબાળનાં શુભલક્ષણો જોઈ રાણીને જણાવ્યું કે આ બાળક મહાપુરુષ થશે માટે આની પૂરી સંભાળ રાખજે. રાણીએ બાળકનું નામ નાહડ રાખ્યું. નાહડ આચાર્ય મહારાજની કૃપાથી અને નવકારમંત્રના પ્રભાવથી સમય જતાં નફૂલદેશને રાજા થશે અને તેણે સાચેતીર્થ સ્થાપ્યું. નાહડનું બીજું નામ નાગભટ્ટ છે. તે પ્રતિહાર વંશને પૂર્વજ હેય એમ લાગે છે. જૈનતીર્થો કરંટાતી –-ઉપકેશગરછના આ૦ રત્નપ્રભસૂરિએ વીર સં. ૭૦માં આ તીર્થની સ્થાપના કરી છે (જુઓ: પૃ. ૨૨૯૭) અહીં નાહડ રાજાના મંત્રીએ મોટું જિનાલય બનાવી તેમાં વીર સં૦ પ૯પમાં ૦ વૃદ્ધદેવસૂરિના હાથે પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. જો કે પટ્ટાવલીમાં આ પ્રતિષ્ઠા માટે સં૦ ૫૯૫ લખાયેલ મળે છે, પણ તે બરાબર નથી. કેમકે તે સાલમાં આ વૃદ્ધદેવસૂરિ તથા નાહડરાજ વિદ્યમાન હેય એ ઈતિહાસથી પુરવાર થતું નથી. તે સંભવ છે કે આ પ્રતિષ્ઠાને સંવત ૬૨૫ અથવા ૬૭૦ (વીર સં. ૬૭૦-વિ. સં. ૨૬૦ શાકે ૧૨૫) હવે જોઈએ. કેરંટાતીર્થ મારવાડમાં શિવગંજ પાસે છે, ત્યાં આજે પણ ભવ્ય ૫ જિનાલયે વિદ્યમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy