________________
પ્રકરણ સત્તરમું
આ૦ વૃદ્ધદેવસૂરિ. ભગવાન પાર્શ્વનાથની શ્રમણ પરંપરા ઉપકેશગચ્છ તરીકે પ્રસિદ્ધ છે. તેની એક શાખા કેરેંટાગછ છે [ જુઓ: પૃ૦ ૧૬, ૨૦]
આ કેરેટાગચ્છમાં ઉપાધ્યાય દેવચંદ્રજી હતા તે ઘણું વર્ષો સુધી કરંટામાં જ રહ્યા અને ધીમે ધીમે શિથિલ થઈ ગયા હતા.
આ૦ સમન્તભદ્રસૂરિ કાશીથી વિહાર કરતા કરતા કેરટા પધાર્યા. તેમણે ઉ૦ દેવચંદ્રજીને વૈરાગ્યનો ઉપદેશ આપી, ચૈત્યની મમતા છોડાવી, શિથિલતા દૂર કરાવી શુદ્ધ સાધુમાર્ગમાં સ્થાપ્યા. પિતાની સાથે લઈ જઈ વીર સં૦ ૬૫૩ લગભગમ પિતાની પાટે આચાર્યપદ આપ્યું અને તેમનું નામ દેવસૂરિ રાખ્યું.
આ દેવસૂરિની ઉંમર બહુ મેટી હતી, તેઓ તે કાળના શ્રમણેમાં વૃદ્ધ હતા, તેથી તેમને “વૃદ્ધ” નું વિશેષણ લગાડ્યું હશે એમ સહેજે માની શકાય તેમ છે.
તેમના ઉપદેશથી નાહડ રાજાના મંત્રીએ કેરટાજીમાં મેટું જિનાલય બનાવ્યું હતું, જેમાં તેમણે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ વીર સં. ૬૭૦માં થયેલ સારની પ્રતિષ્ઠામાં પણ ઉપસ્થિત હતા. તેઓ વિ. સં. ૬૭૩માં સ્વર્ગે ગયા.
(તપાગચ્છપટ્ટાવલી, અંચલગચ્છપટ્ટાવલી.) કઈ કઈ વિદ્વાન માને છે કે ઉપર લખેલી ઘટનાવાળા આચાર્ય તે વડગચ્છને આ સર્વદેવસૂરિને પટ્ટધર દેવસૂરિ છે. અને તેમનાથી “દેવાચાર્યગચ્છ” નીકળે હેવાનું સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org