________________
ચૌદમું ]
છે
૩૩૯
આ. શ્રી વજનસુરિ આપણે જાણીએ છીએ આ વાસ્વામી અને દિગમ્બર માન્યતા પ્રમાણે આ બીજા ભદ્રબાહસ્વામી અહીં સ્વર્ગે ગયા છે. એટલે આ મૂર્તિ તેમની હોય એ તર્કસંગત વસ્તુ છે. મહર્ષિ બાહુબલિજી અહીં પધાર્યા જ નથી, મટેશ્વર એવું તેમનું કઈ બીજું નામ પણ નથી, છતાં આપણે આ મૂર્તિ બાહુબલિની છે એમ માની લઈએ એ તે આપણે આ તીર્થને ઈતિહાસ ભૂલી ગયા છીએ, તેનું જ પરિણામ છે. ચામુંડરાય દિગમ્બર જૈન હતો. તેણે આ મૂર્તિને દિગમ્બર પશુને સંસ્કાર આપો હેય એ સર્વથા બનવાજોગ છે
ટૂંકમાં કહી શકાય કે, ઈન્દ્રના રથની પરિક્રમાથી પ્રસિદ્ધ થયેલો રથાવર્તગિરિ અને ઈન્દ્રના જ નામથી પ્રસિદ્ધ થયેલ ઇન્દ્રગિરિ એ બને વિધ્યગિરિની એક પહાડીનાં જ નામ છે અને આ જ હવામી યાને દ્વિતીય ભદ્રબાહુનું સમાધિસ્થાન છે.
દિગમ્બર ગ્રંથકારો સંશયી કે મિથ્યાત્વી તરીકે આ ઈન્દ્ર, આ૦ ચંદ્ર, આ૦ નાગેન્દ્રનાં નામે સંભારે છે. ખરેખર, એ જ આચાર્યોના નામથી આ ઈન્દ્રગિરિ અને ચંદ્રગિરિ તીર્થો છે. તેમજ મંત્રી ચામુંડાય પછી દિગમ્બરેએ તે તેને અપનાવ્યાં છે.
ઓસમ પહાડ જૂનાગઢથી ૭ કોશ દૂર આ પહાડ છે. અહીંની કેટલીએક પ્રાચીન ગુફાઓ નાશ પામી છે. આંબલીવાળું ભેંયરું વગેરે ગુફાઓ વિદ્યમાન છે. ઉપ૨ ચકેશ્વરીનું મંદિર છે. શિવની દેરીમાં એક નાનકડી જિનપ્રતિમા છે. ઉપ૨ નો કિલે છે, જેનાં બાંધકામમાં દેરાસરના પથ્થરને વધુ ઉપગ હશે એમ સહેજે દેખાઈ આવે છે. ઉતારમાં વીશેક પડથારે છે. ત્યાં દરેક સ્થાને મંત્રી સાજન અને ગૂર્જરેશ્વર કુમારપાલ વગેરેએ બંધાવેલા મંદિરે હતાં. અલ્લાઉદીન ખીલજીના ગોઝારા હાથે તેને નાશ થયા છે. કિલ્લા પાસેના ભીમકુંડમાં પ્રતિમાઓ સંતાડી રાખી હતી, પચાસેક વર્ષ પહેલાં તેમાંથી ઘણી જિનપ્રતિમાઓ મળી આવી છે, જે હાલ ધોરાજી અને જુનાગઢના દેરાસરમાં બિરાજમાન છે.
(જેન સત્ય પ્રકાશ, ક્રમાંક ૯, પૃ. ૩૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org