________________
ચોખ્ખું) આઇ શ્રીવાસેનસૂરિ
૩૧૫ શિવભૂતિને આ ઉપદેશ નહીં, તેને પોતાની રત્નકંબલ જવાથી ગુસ્સો આવ્યો, તેણે મહના આવેશમાં આવી જણાવ્યું કે, તે તે વસ્ત્રાપાત્ર રાખવાં એ જ મહાન પાપ છે. મુનિએ નગ્ન જ રહેવું જોઈએ, અને જિનકલપી દશામાં જ રહેવું જોઈએ.
ગુરુમહારાજે જણાવ્યું કે, મુનિજી! જિનકભી બનવા માટે તે નવ પૂર્વથી અધિક જ્ઞાન જોઈએ, જે પિકીનું અત્યારે આપણામાં કંઈ જ નથી આજકાલના માનવી માટે તે એ માર્ગ માત્ર એક આદર્શ રૂપ જ છે, કદાચ કોઈ મુનિ નગ્ન રહેવા માત્રથી પોતાને જિનકલ્પી તરીકે જાહેર કરે તે તે જિનકપીનું અપમાન કરે છે, મુનિ નગ્ન થવા માત્રથી જિનકલ્પી ની જતો નથી. વળી, જિનકલ્પી વસ્ત્રવાળા અને પાત્રવાળા પણ હોય છે. સાચી વાત એ છે કે મુનિએ વસ્ત્ર, રજોહરણ, પાત્ર વગેરેમાં આસકિત રાખવી ન જોઈએ એટલે ના રહેવાની કંઈ જરૂર નથી.
આચાર્યની આ વાત શિવભૂતિને ગળે ઊતરી નહીં. તેણે આ નાનકડી વાતને મોટું રૂપ આપ્યું અને વસ્ત્ર, પાત્ર છેડી સમુદાયથી અલગ પડી બોટિક નામે પિતાને નવો મત ચલાવ્યું. તેને બે શિષ્ય થયાઃ ૧. કોડિન્ય અને ૨. કેદૃવીર.
શરૂમાં આ મતમાં માત્ર નગ્ન રહેવા પૂરત જ મતભેદ હતે, બીજો કોઈ દેખાતે મતભેદ ન હતું.
આ ઘટના દિગમ્બરાચાર્ય દેવસેનના ઉલ્લેખ પ્રમાણે વીર સં. ૬૦૬ માં અને ભવેતાંબરીય ઉલેખ પ્રમાણે વીર સં. ૨૯ માં બનેલ છે.
ભગવાનના શાસનમાં આ આઠમે નિરવ છે. દિગમ્બર મતની ઉત્પત્તિ અને ઇતિહાસ
આજીક, ઐરાશિક, અદ્ધિક અને બેટિક મુનિઓએ સ્વતંત્ર એકમ રચી, વીર સં. ૬૦૯ થી દિગમ્બરમત ચલાગે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org