________________
૩૧૪
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ જૈન સાધુ એટલે ચારિત્રની મૂતિ યાને સર્વોચ્ચ જીવન આ વાસ્તવિક સિદ્ધાંતને સામે રાખી બને કેટિના મુનિઓ જેને ધર્મને એકધારો પ્રચાર કર્યો જતા હતા. છ સૈકા સુધી તે બરાબર એમ ચાલ્યું પરંતુ આ ઉત્કર્ષને મોહરાજ કેમ સાંખી શકે? તેણે એકાએક એક કાળ ચોઘડિયે જેનધર્મમાં એક નાનીશી ચિનગારી ચાંપી દીધી એથી જેનધર્મને એકદમ એક મોટે આંચકો લાગે, પરિણામે જેનોના બે ટુકડા પડયા જે આજ સુધી સંધાયા નથી. આ આખીય પરિસ્થિતિને આદિ પુરુષ મુનિ શિવભૂતિ યાને ભૂતબલિજી છે.
શિવભૂતિ, તે રથવીરનગરને સાહસિક બળવાન અને રાજમાન્ય પુરૂષ હતું, તેણે આ૦ કૃષ્ણષિ પાસે દીક્ષા લીધી. એક દિવસે ત્યાંના રાજાએ તેને રત્નકંબલ વહેરાવી. તેણે પણ રત્નકંબલને ન વાપરતાં મોહભાવથી બાંધી રાખી. ગુરુમહારાજે તેને મમતા છોડવા શિખામણ આપી પરંતુ તે વાત તેને મળે ઊતરી નહિ, એટલે એક દિવસે ગુરુએ તેની ગેરહાજરી માં તે રત્નકંબલના ટુકડા કરી મુનિઓને વહેંચી દીધા અને શિવ ભૂતિજી આવતાં તેને પણ જણાવી દીધું કે મહાનુભાવ! શરીર, વસ્ત્ર, મુહપતિ, રજોહરણ પાત્રો વગેરે જીવરક્ષાનાં અને સંયમનિવાંનાં સાધન છે. તેમાં મમતા હોવી ન જોઈએ. મમતા થવાથી તે પરિગ્રહ બની જાય છે. આ પરિગ્રહના દેષમાંથી બચવા માટે મુનિઓએ સંયમનિર્વાહનાં સાધનને રાખવા છતાં તેમાં અલિપ્ત બની રહેવું જોઈએ, મુનિઓએ ઉપકરણમાં મૂછ આસક્તિ રાખવી ન જોઈએ. ભાગ્યશાળી! તમે ઘર છેડયું, બાર છેડ્યું, અતિ છેડી, રાજસન્માન કર્યું અને સાધુ બન્યા છે. આવા સમજદાર થઈને એક મામૂલી ચીજમાં આસક્તિ રાખે, એ તમને શેભતું નથી. આવી મમતાને તમારે ફગાવી દેવી જોઈએ. મેં તમેને પરિગ્રહના બંધનથી છૂટા રાખવા તમારી રત્નકંબલ ટુકડા કરી મુનિઓને વહેંચી દીધી છે. તમે મુનિભક્તિની અનુમોદના કરજે અને ફરીવાર મમતાને પ્રસંગ ન આવે તેમ સાવચેત રહેજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org