________________
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ કર્ષિક આહાર, સ્ત્રીસેવન, હસ્તાવલેપન, દિગંબરતા, ઉદ્યમને અપલા૫ અને નિયતિવાદ વગેરે વિશેષતાઓ હતી. ભગવાન તીર્થકર થયા પછી ચૌદમે વર્ષે શ્રીસંઘ પરિવાર સાથે શ્રાવસ્તિમાં પધાર્યા એટલે ગોશાળે પણ તેમની સામે વાદ કરવા આવ્યા. તેણે આવતાં જ પહેલાં “તમારે શિષ્ય ગોશાળે તે હું નથી” એ ઈન્કાર કર્યો. ભગવાને તેને સત્યવાદી બનવા માટે સમજાવ્યો પરંતુ તે એક બે થયો નહીં. તેણે આવેશમાં આવી ભગવાનનું અપમાન કર્યું. સવનુભૂતિ મુનિ અને સુનક્ષત્ર મુનિએ તેને તેમ કરતે રોક્યો એટલે મેંશાળે તેવેશ્યા વડે તે બંનેને બાળી મારી નાખ્યા અને છેવટે ભગવાન મહાવીરસ્વામી ઉપર પણ તે જેલેસ્યા છે. પરંતુ તે ઊલટી પી. એટલે ગોશાળે તે તેજે. લેશ્યાથી બળુ બળું થતે કુંભારને ઘેર જઈ શીતાપચાર કરવા લાગે અને અંતે તેજસ્થાનું વારણ ન થવાથી સાતમે દિવસે મૃત્યુ પામ્યું. તેને મૃત્યુ પહેલાં શુભ ભાવના આવી અને પિતાની દરેક ભૂલ માટે પશ્ચાત્તાપ થતાં પિતાના શિષ્યને એકઠા કરી દરેકને વાસ્તવિક વસ્તુથી વાકેફ કર્યા તેણે સાફ શબ્દોમાં જણાવ્યું કે “મેં તો ભૂલ કરી છે પરંતુ તમે ભૂલ કરશે નહિ. તમે ભગવાનના શરણે જજે” વગેરે વગેરે. તેમના આ વચનથી આજીવકમતના ઘણા પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં આવી ભળ્યા. તેઓએ પૂર્ણતયા જેનધર્મ જ અપનાવ્યો હતો. માત્ર દિગંબર રહેવા તરફ એમનું વલણ મજબૂત હતું. સંભવતઃ ચરમકેવલી શ્રીજંબુસ્વામી પછી આ પરંપરામાં ૩ આ. વિજ્ઞાન કુમાર, ૪ આ નદિમિત્ર, ૫ આ૦ અપરાજિત, ૬ આ૦ ગોવર્ધન વર આચાર્યો થયેલા છે.
આ તરફ ભગવાનને તેલેશ્યા તે લાગી નહીં કિન્તુ તેની હવા લાગી એટલે પિત્તજવરની અસર થવા લાગી. છ મહિના તો એમ જ ચાલ્યું. અંતે ભગવાને સિંહ અણગાર પાસે રેવતી શ્રાવિકાને ત્યાંથી નિર્દોષ બિજોરાપાક મંગાવી અનાસકતપણે વાપર્યો અને રોગને શાંત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org