________________
૨૬૨
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ એટલે કે આ દિવાકરજી આ ધમસરિને પણ પૂજ્ય માનતા હતા. આ ધર્મસૂરિને યુગપ્રધાનકાળ વી. સં૦ ૪૫૦ થી ૪૫ છે.
આ દરેક પ્રમાણેથી વિચારીએ તે આ સિદ્ધસેન દિવાકરને વિદ્યમાનકાળ વિક્રમની પહેલી કે એથી શતાબ્દી આવે છે પરંતુ પ્રાચીન ગ્રંશેમાં તેમને વિક્રમની પહેલી સદીના બતાવ્યા છે, એટલે અમે પણ આચાર્યશ્રીને અહીં એ રીતે જ વર્ણવ્યા છે. જૈન રાજાઓ
આ અરસામાં ભરૂચના બલમિત્રભાનુમિત્ર રાજાઓ, પટણાને મકુંડરાજ, માનખેડાને કૃષ્ણરાજ, કારપુરને ભીમ, કમરગામને દેવપાલ, ઉજજેનને વિક્રમાદિત્ય, ભરૂચને યુવરાજ ધનંજય અને પ્રતિષ્ઠાનપુરને શાલિવાહન વગેરે જેનધમી તથા જૈન ધર્મના પ્રેમી રાજાઓ થયા છે. તેઓને ટૂંકો પરિચય તેઓના સમકાલીન આચાર્યોના ચરિત્રમાં દર્શાવેલ છે. સમ્રાટ વિક્રમાદિત્ય–
સમ્રાટ વિક્રમાદિત્ય તે અવનિપતિ, શકવિજેતા અને સંવત્સર પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ છે. તે આ. શ્રીસિદ્ધસેન દિવાકરના સાટ ઉપદેશથી જેન બન્યા હતા. તેણે જિનાલયો બનાવ્યાં, જિનબિંબ ભરાવ્યાં, શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્યું અને સંઘ પણ કાઢયો હતું. તેણે પૃથ્વીને અણુમુક્ત કરી શકોના બંધનમાંથી છોડાવી પિતાનો સંવત પ્રવર્તાવ્યું હતું. આ વખતે આપણે ઉપર આ૦ શ્રસિદ્ધસેન દિવાકરના ચરિત્રમાં વાંચી ચૂક્યા છીએ. જેનાચાર્યોએ વિક્રમચરિત્ર પર ઘણું સાહિત્ય સર્યું છે. એ જ રીતે અજૈન વિદ્વાનોએ પણ આ સમ્રાટુ માટે કંઈ ને કંઈ નિર્દેશ કર્યો જ છે.
ભારતવર્ષમાં આજસુધી ઘણા રાજાઓ થયા અને ગયા, જે પિકીના કેટલાએક રાજાઓનું તે આજે નામનિશાન પણ મળતું નથી, જ્યારે સમ્રાટું વિક્રમાદિત્ય કે જેને થયાને બબ્બે હજાર વર્ષ વીતી ગયાં છે, છતાંય તે પિતાની નામના વડે ભારતમાં અચળપણે ઊભું છે. વિક્રમસંવત્ એ જ એનું મોટું ભારતીય સ્મારક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org