________________
અગિયારમું
આ૦ થીદિજરિ સંવત્સરપ્રવર્તક વિક્રમાદિય થયો છે તે અંગે પુરાતત્વવિદોમાં શું વિકમ થ છે? સાચે વિક્રમાદિત્ય કયે? શું તેણે જ સંવત્સર ચલાવ્યું છે? અને રિનિર્વાણ પછી વિક્રમ ક્યારે થયો? ઈત્યાદિ બાબતમાં તીવ્ર વિસંવાદ છે. એટલે એ સંબંધી પણ આપણે અહીં શી વિચારણા કરી લઈએ.
વિ. સં. ૧ માં વિક્રમ રાજા થ છે, કિન્તુ જેના નામની સાથે વિકમ શબ્દ જોડાય છે, એવા બીજા અનેક રાજાઓ થયા છે અને તેઓની કેટલીક એતિહાસિક ઘટનાએ ભેળસેળ થઈ ગઈ છે. સ્વનરેશપ્રેમી લેખકોએ પણ એકની ઘટના બીજાના નામે ચડાવી દીધી છે, આમ હોવાથી વિક્રમનું વાસ્તવિક જીવન નિર્ભેળ મેળવી શકાય એવી સ્થિતિ રહી નથી. પણ એટલા પરથી વિ. સં. ૧ માં વિક્રમ થયે જ નથી એમ કહી શકાય તેમ નથી. “વિકમ સંવત ” એ પણ વિ. સં. ૧ માં કોઈ પણ વિકમ થયાને સબળ પુરાવે છે
વિકમનું બિરૂદ ધરનારા કે વિક્રમની ખ્યાતિ મેળવનારા અનેક રાજાઓ થયા છે. જેમકે-પાર્થિયન રાજા અઝીઝ, શાતક શાલિવાહન, શુંગવશી અગ્નિમિત્ર, વસુમિત્ર, કુશનવંશી કનિષ્ક, ગઈ ભિલો વારસદાર, ભરૂચને રાજા બલમિત્ર, ગૌતમીપુત્ર શાલિ. વાહન, શકારિ ગુપ્તવંશી સમુદ્ર, ગુપ્તવંશી બીજે ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, માળવાને યશોધર્મ, સેનાપતિ ભટ્ટાર્ક, કનોજનો હર્ષ. વધન, પુલકેશિવલભને પુત્ર વિકમ, માળવાને વૃદ્ધ લેજ, ચૌલુક્ય
* આ ભદ્રબાહુસ્વામી, આ૦ કાલિકાચાર્ય, આ૦ કક્કરિ, આ. સિદ્ધસૂરિ આ ચંદ્રસૂરિ, આ સ્વાતિસૂરિ આ શીલસૂરિ આ હરિભદ્રસૂરિ આ. વિજયસિંહસૂરિ, આ અભયદેવસૂરિ, આ હેમચંદ્રસૂરિ, આ ધર્મ ઘોષસૂરિ, આ મલ્લવાદિજી, રાજા વિક્રમ, રાજા શિલાદિત્ય, રાજા શાલિવાહન, રાજા ખુમાણ, રાજા ભર્તભ; આ નામવાળા એકથી વધુ ઐતિહાસિક પુરુષ થયા છે અને તેઓની જીવનઘટનાઓમાં ઓછાવત્તા અંશે ભેળસેળ પણ થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org