________________
માણધર બીસુધર્માસ્વામી રહે કે પલટાય” એવી પિતાની શંકાનું સુંદરતમ સમાધાન મેળવી પિતાના શિષ્ય પરિવાર સાથે ભગવાનના શિષ્ય બન્યા. ભગવાને પણ તેમને ત્રિપદી આપી ગણધર પદે સ્થાપ્યા અને દીઘાયુ હેવાના કારણે ગણની અનુજ્ઞા પણ તેઓને જ આપી એટલે પોતાની પછી ગણના નાયક તરીકે તેમની વરણી કરી હતી. તેમની ૫૦ વર્ષે દીક્ષા, વીર સં. ૧૩ માં એટલે ૯૦ વર્ષે કેવળજ્ઞાન અને વીર સં. ૨૦ માં એટલે ૧૦૦ વર્ષે વૈભારગિરિ પર અનશનપૂર્વક નિર્વાણ થયું હતું.
૬. ગણધર મંડિત મૌર્ય ગામના વિપ્ર વાશિષ્ઠનેત્રવાળા ધનદેવ અને વિજયાદેવીના પુત્ર મંડિતકુમાર. તેમનું જન્મ નક્ષત્ર મઘા અને જન્મ રાશિ સિંહ હતાં. તેઓ ૫૪મા વર્ષે વૈશાખ સુદ ૧૧ ના દિવસે ભગવાન મહાવીર પાસે “બંધ તથા મોક્ષને” સંદેહ દૂર કરી ૩૫૦ વિદ્યાર્થીઓ સાથે દીક્ષિત થયા. ત્રિપદીશ્રવણપૂર્વક ગણધર બન્યા. ૬૮ મા વર્ષે કેવળી થયા અને ૮૩ મા વર્ષે ભગવાન શ્રી મહાવીરસ્વામીની વિદ્યા માનતામાં જ વૈભારગિરિ પર અનશન કરી નિર્વાણ પામ્યા.
૭ગણધર મોયે પુત્ર –તેઓ મોર્ય ગામવાસી બ્રાહ્મણ મૌર્ય અને વિજયાદેવીના કુમાર હતા. તેમનું જન્મ નક્ષત્ર મૃગશીર્ષ અને જન્મ રાશિ વૃષભ હતી. તેમને ૨૫ વર્ષની ઉંમરે વૈશાખ સુદ ૧૧ ના દિને ૩૫૦ શિષ્યો સાથે ભગવાન મહાવીરસવામી પાસે “દેવની વિદ્યમાનતા” બાબતનું સમાધાન મેળવવાપૂર્વક દીક્ષા, ત્રિપદી પ્રાપ્તિ અને ગણધરપઢપ્રાપ્તિ થયેલ છે. તેઓ ૮૦ માં વર્ષે કેવળી અને ૫ માં વર્ષે ભગવાનની હયાતીમાં જ વૈભારગિરિ ઉપર અનશન કરી મોક્ષે પધાર્યા છે. - ૮, ગણધર અકપિત – આ ગણધર મિથિલાના ગૌતમબેત્રીય દેવ બ્રાહ્મણ અને જતીના પુત્ર હતા. તેમનું જન્મ નક્ષત્ર ઉત્તરાષાઢા અને રાશિ મકર હતાં. તેમણે ૪૯ મા વર્ષે વૈશાખ સુદ ૧૧ ના દિવસે મહસેન વનમાં ભગવાન મહાવીર પામે “ નાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org