________________
૨૧૪ જેન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ કથન મુજબ વિશાલા નગરીના ગણસત્તાક રાજ્યતંત્રના પ્રમુખ, પરમહંતપાસક મહારાજા ચેડાનો વંશજ છે. મહારાજા ચેડા અને મગધ સમ્રાટે કેણિકનું ભયંકર યુદ્ધ થતાં આખરે મહારાજા ચેડા અનશન કરી મૃત્યુ પામી વગે ગયા છે. આ વખતે મહારાજા ચેડાને પુત્ર શોભનરાય ત્યાંથી નાસીને કલિંગ દેશમાં તે વખતના રાજા સુચનના આશ્રયે ગયે. કલિંગ રાજાઓ ભગવાનશ્રી પાર્શ્વનાથના ઉપાસક જેન હતા. કલિંગનરેશ સુચનરાય પણ જેત હતા. તેને સંતાનમાં પુત્ર ન હતું, માત્ર એક પુત્રી હતી. સુચનરાયે પિતાની કન્યા અને રાજ્ય બને શોભનરાયને આપ્યાં. તેના મૃત્યુ પછી શોભનરાય કલિંગાધિપતિ બન્યું. અને તેને વીર સં. ૧૮ માં કનકપુરમાં રાજ્યાભિષેક થયા. શોભનરાય પણ પિતાની જેમ પરમ જૈનધમી હતું, તે કલિંગદેશમાં આવેલા શત્રુંજયાવતાર રૂપ કુમારગિરિ અને ઉજજયંતાવતાર કુમારીગિરિ. તીર્થ ઉપર યાત્રા કરવા ગયે. અહીં રાજા શ્રેણિકના સમકાલીન રાજા સુચનરાયે શ્રમણને ધ્યાન કરવા માટે પાંચ ગુફાઓ બનાવી હતી, તેમજ શ્રી સુધમસ્વામીના હાથે સુવર્ણની શ્રીઋષભદેવ પ્રભુજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. એટલે આ સ્થાન તીર્થરૂપ તે હતું જશે ભરાયે આ તીર્થ મહિમા વધારી ખૂબ પ્રચાર કર્યો.
આ શેષનારાયની પાંચમી પેઢીએ વીર સં. ૧૪લ્માં કલિંગની ગાદીએ ચંડરાય આઘે, તેના સમયમાં મગધના નંદવંશના આઠમા રાજ મહાનંદે અહીં કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, જે યુદ્ધમાં કલિંગની ખૂબ જ ખુવારી થઈ, દેશ પાયમાલ થયે. કિન્તુ એની આઝાદીની તમન્ના ઊભી રહી. નંદરાજા ગુસ્સામાં કુમારગિરિ ઉપરના મંદિરને તેડીને સુવર્ણ મૂર્તિને પટણા લઈ ગયે.
આ પછી વીર સં. ર૭માં શોભનરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ કલિંગને રાજા બન્યા. આ ક્ષેમરાજ પટણાની સત્તાને ફગાવી સ્વતંત્ર થયે હતે. એટલે મગધસમ્રાટ અશોકે કલિંગ ઉપર પુનઃ ચઢાઈ કરી. કલિંગની સેનાએ પણ ખૂબ જોરથી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org