________________
*
*
નવમું] આ સુસ્થિતરિ આ૦ સુપ્રતિબહરિ ૨૧ સંમેલનમાં જિનકલ્પીની તુલના કરનાર આ મહાગિરિના શિષ્ય પ્રશિષ્ય આ. બલિસૃહસૂરિ, દેવાચાર્ય આ. ધસેન વગેરે ૨૦૦ શ્રમ, આ. મુસ્થિત વગેરે ૩૦૦ સ્થવિરકલ્પી શ્રમ, આર્યાપિઈણ વગેરે ૩૦૦ શ્રમણ, સીવંદ ચૂક સેલક વગેરે ૭૦૦ શ્રાવકે, અને પૂર્ણ મિત્રા વિગેરે ૭૦૦ શ્રાવિકાઓ એકઠાં થયાં હતાં. વાચનામાં ૧૧ અંગે અને ૧૦ પૂર્વેના પાને અવસ્થિત કરવામાં આવ્યા હતા. આ બલિસ્સહસૂરિએ આ વાચનાના પ્રસંગે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિદ્યા વગેરે શાસ્ત્રોની રચના કરી હતી.
આ સુસ્થિતસૂરિને મુખ્ય પાંચ શિષ્યો હતા, જેમને પરિચય નીચે પ્રમાણે છે
૧. સ્થવિર આ૦ ઈંદ્રદિન્ન, જે મુખ્ય પટ્ટધર હતા.
૨. આ પ્રિયગ્રંથસૂરિજી, જેમનાથી કટિકગણની પ્રધાન ગણાતી મજિઝમા શાખા નીકળી છે. આ આચાર્ય હર્ષપુરમાં અહિંસાધર્મને પ્રચાર કરી જેનશાસન દીપાવ્યું હતું.
૩ આ૦ વિદ્યાધર ગોપાલ, જેમનાથી કટિકગણની પ્રધાન ગણાતી વિદ્યાધરી શાખા નીકળી છે. (વીર સં ૩૫૦)
૪. આ ઋષિદત્ત.
૫આ અરિહદત (અહંદુત્ત) આ ગુણસુંદરસૂરિ:
આ અરસામાં આ ગુણસુંદરસૂરિ તથા શ્યામાચાર્ય થયા છે. તેમને પરિચય “યુગપ્રમાન પટ્ટાવલી” તેમજ વાચકવંશમાં આપેલ છે. (જૂઓઃ પૃ. ૧૮૦, ૧૯૧)
રાજા મહામેઘવાહન ખારવેલ આ આચાર્જના સમયમાં પૂર્વ ભારતમાં મહામેવવાહના નામને મહાપ્રતાપી અને જૈનધર્મને મહાપ્રભાવક રાજા થયે છે. તેના સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે
મહામેઘવાહન રાજા ખારવેલ તે “હિમવંત સ્થવિરાવલીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org