________________
૨૧૨
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ આ આચાર્યના સમયમાં જેન શ્રમણસંઘનું મેટું સંમેલન થયું હતું અને બીજી આગમવાચના થઈ હતી. કુમારગિરિ પર બીજી આગમવાચના
આપણે જોઈ ગયા છીએ કે વી. સં. ૧૬૦ લગભગમાં પટણામાં આ. શ્રીસ્થૂલિભદ્રસૂરિની અધ્યક્ષતામાં પહેલી આગમવાચના થઈ હતી. અને આગામે સુરક્ષિત જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરી હતી. પરંતુ મુનિએનું અસંગ જીવન એટલે કાયમ સમૂહ રૂપે રહી શકાય નહીં અને એક ધારું પઠન પાઠન ચાલી શકે નહીં ઈત્યાદિ કારણે કંઠસ્થ જિનવાણીની રક્ષામાં અનેક અંતરાયે આવી ઊભા રહેતા, પરિણામે જિનવાણને મુખપાઠ રાખનારા મુનિવરની સંખ્યા ઓછી થતી જતી હતી. આથી સમ્રાટ સંપ્રતિએ ઉજજૈનમાં આર્ય સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણસંમેલન મેળવી, નાનકડી આગમવાચન કરાવી હતી. અને મુનિવરે દૂર દૂરના ક્ષેત્રમાં વિચરે અને ત્યાં પણ આગમાભ્યાસ ચાલુ રહે, એમ વ્યવસ્થા કરાવી હતી. એટલે ત્યાં સુધી પઠન-પાઠન બરાબર રીતે ચાલતાં હતાં, પરંતુ ત્યાર પછી થોડાંએક વર્ષો જતાં એકાએક મોટે રાજકાંતિને આંચકો લાગ્યો અને જિનાગમની રક્ષાનું કામ કપરું થઈ પડયું.
સેનાપતિ પુષ્યમિત્ર રાજદ્રોહ કરી પટણાની ગાદીએ ચડી બેઠે હતું, તેણે ગાદી પર આવતાં જ ધમાંધ બની જૈન શ્રમ અને બૌદ્ધ શ્રમ વગેરેને શિરચ્છેદ કરાવી, કાળો કેર વર્તાવ્યું હતા. આથી જેને શ્રમણે એકદમ કલિંગ તરફ ચાલ્યા ગયા, તેઓનું પઠનપાઠન બંધ થયું અને જિનાલયને માટે ધક્કો લાગે. આ સમયે કલિંગરાજ ભિખુરાય ખારવેલ પરમ જેન હતું. તેણે પ્રથમ પુષ્પમિત્રને હરાવી પંજાબમાં નસાડી મૂક્યો, પછી કલિંગમાં આવી આ સુસ્થિતસૂરિ અને આ૦ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિ પર મોટું શ્રમણસંમેલન મેળવી બીજી આગમવાચના કરાવી હતી.
હિમવંત સ્થવિરાવલીમાં લખ્યું છે કે આ મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org