________________
२०० જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ બે ભાગ પડયા છે. અશોક આ સંપ્રતિકુમારને રાજખટપટને ભેગ ન થાય તે માટે ઉજજૈનમાં જ રાખતા હતા. સંપ્રતિએ પણ યુવરાજકાળમાં જ આ૦ સુહસ્તિસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતા, અને તેને પિતા કુણાલ શાંત જીવન વિતાવવા માટે તક્ષશિલામાં રહેતા હતા. ત્યાં તેને ધર્મારાધન કરવા માટે તક્ષશિલામાં માટે જિનવિહાર બંધાવી આપે છે, જે તક્ષશિલાના ખંડેરેમાં આજે પણ સરકાપ વિભાગમાં કુણાલના પ તરીકે વિખ્યાત છે. સમ્રાટ સંપ્રતિએ યુવરાજકાળમાં અને રાજા થયા પછી અનેક જિનાલયો બનાવ્યાં, જિનબિંબ સ્થાપ્યાં જૈનધર્મને પ્રચાર કરાવ્યું અને જેનધર્મની પ્રભાવના કરી. વળી, તેણે યુવરાજકાળમાં જ પશ્ચિમ અને દક્ષિણ ભારતનાં રાજ્ય છતી, પિતાના રાજ્યને વધારો કર્યો હતો. આ વૃત્તાંત ઉપર આ૦ શ્રી સુહસ્તિસૂરિજીના ચરિત્રમાં આવી ગયેલ છે. - “હિમવંત સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે “સમ્રાટ અશોક વીર સં૦ ૨૪૦ માં મરણ પામે.” એટલે તે જ સમયે સંપ્રતિ ઉજજૈનીની ગાદીએ બેઠો અને રાજા બન્યો. તેણે પાટલીપુત્રની ગાદીએ બેસવું જોઈએ એ જરૂરી હતું. પરંતુ ત્યાં તેનું પરિચિત કેઈ ન હતું. જ્યારે વિરોધીઓ ઘણુ હતા. પરિણામે કુટુંબકલેશ થાય અને મૌર્યવંશ નબળે પડે એ પણ પ્રત્યક્ષ દેખાતું હતું. આથી સંપ્રતિએ પાટલીપુત્ર જઈ ત્યાંની ગાદીએ બેસવાનું ઉચિત માન્યું નહીં.
તેણે બીજી તરફ પશ્ચિમ અને દક્ષિણમાં પિતાના બળથી પિતાનું રાજ્ય વધાર્યું હતું, જેમાં તેને પાર્જિત મિલકત 1 x આજે પણ એમ બને છે, જેમકે –મહાસભા અને મુસ્લિમ લીગના કારણે હિન્દુસ્તાનના હિન્દુસ્તાન અને પાકીસ્તાન એમ બે ભાગો પડયા છે.
“વીર વંશાવળીમાં ઉલ્લેખ છે કે સમ્રાટ સંપ્રતિએ ઉત્તરમાં ઘંઘાણી, પૂર્વમાં હિસગિરિ, દક્ષિણમાં ઈરગિરિ, અને પશ્ચિમમાં દેવપત્તન નગર જિનપ્રાસાદ બનાવ્યા હતા. આ ઉપરથી તેના રાજ્યારંભકાળની રાજ્યની સરહદ મળી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org