________________
આઠમં ] આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૯૩
૨૫. આ૦ નાગાર્જુનસૂરિ–વીર સં. ૮૨૬ થી ૯૦૪. તેમણે વિ. સં. ૮૩૦ લગભગમાં વલભીમાં મોટી આગમવાચના કરી છે. (પરિચય માટે જુઓઃ “વાચકવંશ પરંપરા.” પૃ. ૧૮૭)
૨૬. આ૦ ભૂતદિન્નસૂરિ-વીર સં. ૯૦૪ થી ૯૦૩. તેઓ નાગેન્દ્રકુળના સમર્થ વાચનાચાર્ય હતા. (જુઓઃ “વાચકવંશપરંપશે.” પૃ. ૧૮૮ ).
૨૭. આ. કાલિકસૂરિ વીર સં૦ ૯૮૩ થી ૯૪. તેઓ ચોથા કાલિકાચાર્યું છે. જેમ આ૦ કંદિલસૂરિની આગમવાચનાના વાચનાચાર્ય આ દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ હતા, તેમ આ નાગાર્જુનસૂરિની આગમવાચનાના વાચનાચાર્ય આ૦ કાલિકસૂરિ હતા. આ બંને આચાર્યોએ મળી બંને આગમવાચનાના પાઠ મેળવીને એક આગમપાઠ બનાવ્યું છે અને વલભીમાં વીર સં. ૯૮૦ માં આગમને પુસ્તકારૂઢ કર્યો છેજે આગમે અત્યારે વિદ્યમાન છે. વીર સં. ૩ લગભગમાં વલભીના રાજા પ્રથમ ધ્રુવસેનને કુમાર મરી ગયો એટલે રાજકુટુંબ શેકમાં હતું અને તે વડે નગરમાં રહેતું હતું. આ૦ શ્રી કાલિકાચા તે વર્ષે ત્યાં ચોમાસું કરી રાજકુટુંબના શેકનિવારણ માટે શ્રીસંઘ સમક્ષ જાહેર રીતે “શ્રીક૯પસૂત્ર'નું વ્યાખ્યાન આપ્યું હતું. રાજાએ પણ સહકુટુંબ શેક મૂકી, ઉપાશ્રયમાં આવી “કપસૂત્ર” સાંભળ્યું હતું ત્યારથી સંઘ સમક્ષ “કલ્પસૂત્ર” વાંચવાનો પ્રારંભ થયો છે, જે પ્રવૃત્તિ આજ પણ વિદ્યમાન છે. વિવેકી શ્રાવક-શ્રાવિકાઓની ફરજ છે કે દકેરે પજુસણમાં શોક મૂકી ઉપાશ્રયમાં આવી “શ્રીક૯પસૂત્ર'નું વ્યાખ્યાન સાંભળવું જોઈએ. એ આચાર્ય તે યુગના સમર્થ યુગપ્રધાન છે.
૨૮. આ સત્યમિત્ર-વીર સં. ૯૯૪ થી ૧૦૦૦. આ આચાર્ય છેલા પૂર્વધર છે. તેમનું સ્વર્ગગમન થતાં પૂર્વજ્ઞાનને સમૂળ વિકેદ થયો છે.
૨૦ આહારિલ–તેમને વીર સં. ૯૪૩ અથવા ૯૫૩ માં જન્મ, વીર સં. ૯૭૦ માં દીક્ષા, વીર સં. ૧૦૦૦ માં યુગપ્રધાનપદ અને વીર સં. ૧૯૫૫ માં સ્વર્ગગમન થયેલ છે. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org