SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ આચાર્યનાં હારિલસૂરિ, હરિગુણસૂરિ અને હરિભદ્રસૂરિ એમ ત્રણ નામે મળે છે. “વિચારશ્રેણિમાં સુગપ્રધાન, આ. હારિને સ્થાને હરિભદ્રસૂરિનું નામ આપ્યું છે તેમજ તેમના વિશે પંરપ૦ ગાથા આપી, વિક્રમ સં. ૧૮૫ માં સ્વર્ગગમન બતાવેલ છે અને ત્યાર પછી “તો વિનમક્ષમામા દશા” એમ સંચાજના કરેલ છે. આ આચાર્ય વર સં. ૯૮૦ ની વલભીવાચનામાં હાજર હતા, તેમને હૃણસમ્રાટ તેરમાણુ ગુરુ તરીકે માનતા હતે. આ આચાર્યને વિશેષ પરિચય પ્રકરણ ૨૭માં આપીશું. ૩૦, આ જિનભદ્વગણિ ક્ષમક્ષમણ–તેમનો વીર સં. ૨૦૧૧ માં જન્મ, સં. ૧૦૨૫ માં દીક્ષા, સં. ૧૦૫૫ માં યુગપ્રધાનપદ, અને સં. ૧૧૧૫ માં ૧૦૪ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયેલ છે. તેમણે વિશેષાવશ્યક ભાગ-ટીક અપૂર્ણ ગા. ૪૫૦૦, છતકલ્પ, સભાષ્ય વિશેષણવતી ગ્રં. ૪૦૦, બૃહદસંગ્રહણ, બુહતક્ષેત્રસમાસ ધ્યાનશતક, અને નિશીથભાષ્ય વગેરે ગ્રંશે નિર્માણ કર્યા છે. “તીર્થકલ્પમાં ઉલ્લેખ છે કે, તેમણે મથુરામાં જઈ “મહાનિશીથ સૂત્રને જીણુંદ્વાર કર્યો હતો પણ તે આ૦ જિનદાસ ગાણને ઉદ્દેશીને લખ્યું હોય એમ સંભવે છે. કેમકે “મહાનિશીથ”ની ઉદ્ધારપ્રશસ્તિને છેડે જિનભને નહીં, કિન્તુ જિનદાસ ગણીના નામને ઉલલેખ છે. આ આચાર્ય તે સમયના પ્રભાવક યુગપ્રધાન છે. તેમણે શક સં. ૫૩૧ (વિ. સં. દ૬૬, વીર સં. ૧૮૭૬)માં ચે. શુ. ૧૫ બુધવાર સ્વાતિ નક્ષત્રમાં વલભીમાં રાજા પ્રથમ શીલાદિત્યના રાજયકાળમાં ભગવાન શ્રીમહાવીરસ્વામીના જિનાલયમાં ગ્રં. ૪૩૦૦ ના તેમના સત્તા સમય માટે જુઓઃ “જેન સાહિત્ય સંશોધક' ખંડ ૩, અં. ૧, પૃ. ૮૮ માં શ્રીયુત મોહનલાલ ભ. ઝવેરીને “જિનભદ્રગણું ક્ષમાશ્રમણને સમય' શીર્ષક લેખ. * શાકે ૫૩૧, વિ. સં. ૬૬૬, ઇ. સ. ૬૯, ૬૧૦, વલભી સં. ૨૯૧ વીર સં. ૧૦૭૬ એ બરાબર વર્ષો છે. પહેલા શીલાદિત્યના વલભી સં. ૨૮૫ થી ૨૯૯ સુધીનાં તામ્રપત્રે મળે છે એટલે તે રાજા વલમી સં. ૨૯૧માં વિદ્યમાન હતા એ વાત નક્કી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy