________________
જેન પરંપરાને ઇતિહાસ
વિશ્વના અંતિમ ઉપકારક ભગવાન મહાવીરસ્વામી છે. તેઓને જન્મ વિ. સં. પૂર્વે ૫૪૩માં ચૈત્ર સુદ ૧૩ની મધ્ય રાત્રે કુંડગ્રામના ક્ષત્રિયકુંડ વાસમાં રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાદેવીની કુક્ષિથી થયે હતું. તેમના ભાઈનું નામ નંદિવર્ધન, બહેનનું નામ સુદર્શન, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શન અને જમાઈનું નામ જ માલિકુમાર હતું. તેમનાં પિતાનાં વર્ધમાનકુમાર, મહાવીરસ્વામી, નિગઠ નાયપુર અને શ્રમણ ભગવાન મહાવીર એમ અનેક નામો હતાં. તેઓએ માતા-પિતા અને પત્નીના મૃત્યુ પછી પિતાના વડિલ બંધુ નંદિવર્ધનની રજા લઈ ૩૦ વર્ષની ભરયુવાનીમાં કારતક વદ ૧૦ મીના ચેાથા પહેરે મુનિ પણ સ્વીકાર્યું. તેઓએ લગભગ ૧રા વર્ષ પર્યત ભ્રમિતલ પર વિહાર કર્યો, કડક વ્રત પાલન કર્યું, અનેક પરિષહ-ઉપસર્ગો સહન કર્યા. શરીરે જીવલેણ કષ્ટ ઝીલ્યાં અને ઘોર તપસ્યા કરી. ત્યાર પછી તેઓને જુવાલુકા નદીને કાંઠે શાલવૃક્ષની નીચે ધ્યાન કરતાં કરતાં વૈશાખ સુદ ૧૦ના ચોથા પહેરે કેવલજ્ઞાન થયું અને તેઓએ બીજે જ દિવસે વૈશાખ સુદ ૧૧ ની સવારના પહેલે પહોરે મધ્યમ અપાપાના મહસેન વનમાં ધર્મોપદેશ આપી અનેક મનુષ્યને ધર્મમાર્ગમાં સ્થાપ્યા. ૧૧ ગણધર બનાવ્યા. અને સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની
સ્થાપના કરી. શિષ્ય પરિવાર
તેઓને મુખ્ય શિષ્ય ૧૧ હતા, જેઓ ગણધર તરીકે પ્રસિદ્ધ થયા. તેમને ટૂંકે પરિચય નીચે મુજબ છે. - ૧. ગણધર શ્રીઈદ્રભૂતિ ગૌતમ–મગધદેશના ગેબર ગામમાં ગોતમોત્રીય બ્રાહ્મણ વસુભૂતિની પત્ની પૃથ્વીદેવીએ વિ. સં. પૂર્વે પપ૧ માં એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. તેમનું જન્મ નક્ષત્ર જયેષ્ઠા અને જન્મ રાશિ વૃશ્ચિક હતાં. માતા-પિતાએ આ બાળકનું નામ ઇન્દ્રભૂતિ રાખ્યું. ઈન્દ્રભૂતિ ૧૪ વિદ્યાના પારગામી અને બ્રાહ્મણ ધર્મશાસ્ત્રોના પરિપૂર્ણ જાણકાર થયા એટલે તે મગધમાં મહાપંડિત તરીકે વિખ્યાત થયા. તેઓ ૫૦૦ બ્રાહ્મણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org