________________
णमोत्थु णं समणस्स भगवो महावीरस्स।
णमो लोए सब्वसाह्नणं ॥ જૈન પરંપરાનો ઈતિહાસ
પ્રકરણ પહેલું ગણધર શ્રીસુધર્માસ્વામી
वंदामि अरिहंते, सिद्ध आयरिये अ उवज्झाए । समणे संघ धम्म, नाणं च दंसणं चरित्तं ॥१॥
અરિહંત સિદ્ધ ભદંત ગણધર સૂરિ વાચક મુનિવરા, ગણવંશ વાચકવંશ તાગણ ભાસતા ગુણ સાગરા. શાખા કુલે છે ઘણા રત્નત્રયી વૃદ્ધિકરા, જયવંત છે જયવંત હો શ્રી જૈન ૫ દૃ પરંપરા.
૧
આ અવસર્પિણી કાળમાં ૧ શ્રી ઋષભદેવ. ૨ શ્રી અજિતનાથ, ૩ શ્રીસંભવનાથ, ૪ શ્રીઅભિનંદન સ્વામી, ૫ શ્રી સુમતિનાથ, ૬ શ્રીપ પ્રભુ, ૭ શ્રીસુપાર્શ્વનાથ, ૮ શ્રી ચંદ્રપ્રભુ, ૯ શ્રીસુવિધિનાથ, ૧૦ શ્રી શીતલનાથ, ૧૧ શ્રી શ્રેયાંસનાથ, ૧૨ શ્રીવાસુપૂજ્ય સ્વામી, ૧૩ શ્રીવિમલનાથ, ૧૪ શ્રી અનંતનાથ, ૧૫ શ્રીધર્મનાથ, ૧૬ શ્રી શાંતિનાથ, ૧૭ શ્રી કુંથુનાથ, ૧૮ શ્રીઅરનાથ, ૧૯ શ્રીમવિલનાથ, ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી, ૨૧ શ્રી નમિનાથ, ૨૨ શ્રીનેમનાથ, ૨૩ શ્રી પાર્શ્વનાથ, અને ૨૪ શ્રીમહાવીરસ્વામી. એ ૨૪ તીર્થકર થયા છે. તેમાંથી આજે અંતિમ બે તીર્થકર ભગવાનની શિષ્યપરંપરા વિદ્યમાન છે અને આજે ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન ચાલે છે-જયવંત વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org