________________
!
૧૫૦ જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ જન, ચિત્રશાળા જેવું મકાન, એકાંતસ્થાન, ભર્યુબન અને અતૂટ પ્રેમરસથી છલોછલ મદઘેલી અને કામકલામાં પ્રવીણ કોશા આ સર્વે અનુકૂલ સામગ્રી હતી, છતાંયે કમળથી કમળ અને વજથીયે કઠિન આ સાધુપુરુષ જરાયે ડગ્યા નહિ. આખરે એ જીત્યા. કેશાનાં બધાંય શાસો નિષ્ફળ ગયાં, નૃત્ય, હાવભાવ, અને સંગીતની રેલમછેલ બધું નકામું થયું. આખરે નાસીપાસ થયેલી તે સ્થૂલભદ્રજીને પગે લાગીને બોલી: “તમે જીત્યા હું હારી.” ગુરુદેવ! હવે મને પંથ બતાવે. આટલા દિવસ તે તમારે ઉપદેશ મેં ન સાંભળ્યો એ મેં ભૂલ કરી છે. હવે મને મારી ભૂલ સમજાઈ છે તે કૃપા કરીને મને ધર્મોપદેશ આપો.” આ સાંભળી મુનિ યૂલિભદ્રજીએ તેને આત્મકલ્યાણને માર્ગ બતાવ્યો. કેશા વેશ્યાએ પણ જૈનધર્મ સવીકાર્યો. શ્રાવિકાનાં ૧૨ વ્રત લીધાં અને એ દઢ શ્રમણે પાસિકા બની.
ત્યાર પછી સ્થૂલભદ્રજીની બહેને અને ભાઈ પણ ધર્મરંગે રંગાયા. નંદરાજા ઉપર પણ સ્થૂલભદ્રજીની અનુપમ નિર્લેપ દશા અને સાચા સાધુજીવનની છાપ પડી. પાટલીપુત્રમાં મૂર્તિમંત ધર્મરાજને જય થયા અને ચતુમાસ પૂર્ણ થતાં સ્થૂલભદ્રજી ગુરૂદેવને ચરણે આવ્યા.
ગુરુદેવે બીજા સિંહગુફાવાસી મુનિવરોને “દુષ્કરકારક કહી સંબોધ્યા હતા, પરંતુ સ્થૂલભદ્રજીને “દુષ્કર, દુષ્કરકારકના બહુમાનથી સકાય, જે સાંભળી સિંહગુફાવાસી મુનિવર ઈર્ષોથી પ્રજવલિત બન્યા. એને મત્સર જાગે. એને એમ થયું કે “આ મંત્રીપુત્ર છે” માટે ગુરુજી એને લાગણથી જુએ છે. મેં સિંહગુફાના દરવાજે કેટકેટલી યાતનાઓ સહી છે તેને ગુરૂજીને ક્યાંથી
ખ્યાલ આવે? મંત્રીપુત્ર તે રાજમહેલ જેવા મહેલમાં રહ્યો, મનભાવતાં આહારપાણી કર્યા અને વેશ્યાનાં નાચ-નખરાં જોયા. એનું આટલું બધું માનપાન અને અમે કંઈ વિસાતમાં નહિ! ઠીક છે, જોઈ લઈશ. આવતે વર્ષે હું કોશાને ત્યાં જ ચતુર્માસ કરીશ.
બીજું માસું આવ્યું કે સિંહગુફાવાસી મુનિવરે કેશાને ત્યાં ચતુમસ રહેવા જવાની રજા માગી. ગુરુદેવે કહ્યું: “વત્સ! તે રહેવા દે, ત્યાં તારું કામ નથી. આ સ્થૂલિભદ્રનું નામ તે ચોરાશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org