________________
સાતમું ] આ૦ શ્રીધૂલિભદ્રસુરિજી
૧૪૧ પિતે નજરે નિહાળેલી બધી હકીકત મંત્રીશ્વરને કહી સંભળાવી. મંત્રીશ્વરે આ વાત ખાનગી રાખવાનું, સવારે કોથળી સાથે નદીકિનારે હાજર રહેવાનું અને ઈશારો થતાં કોથળી રજૂ કરવાનું સમજાવી તે પુરુષને રજા આપી.
નાગરિકે બીજે દિવસે સવારમાં ગંગાકિનારે જઈ ઊભા. રાજવગ આવી ગયે. પંડિતરાજ વરરુચિ પણ પિતાના ભકતે સહિત આવી પહોંચ્યા. હવે વરરુચિએ ગંગાસ્તોત્ર શરૂ કર્યું અને બધાયને ગવરાવ્યું. પછી પોતે નદી વચ્ચે જઈ પિતાના અભીષ્ટ સ્થાને પહોંચી ગંગાની સ્તુતિ કરી અને પગથી સંચ દબાવ્યો પરંતુ કેથળી તે નીકળી જ નહીં. તેણે વધુ દાબ મૂક્યો એટલે પાણીના જોશથી રેતીને ઢગ ઊપસ્ય અને પાણી ઊછળ્યું, પરંતુ સેનામહની કથળી ન નીકળી તે ન જ નીકળી. વરચિને દગાને વહેમ ગયે. એ વિલંત બને. જનતા આતુરતાથી જોઈ રહી હતી. ગંગામૈયા પંડિતરાજને સોનામહેરાની થેલી આપશે, હમણું આપશે, હમણ આપશે એમ થતું હતું. ત્યાં તે મંત્રીશ્વર શકટા બધાના આશ્ચર્ય વચ્ચે જાસુસ પુરુષ પાસેથી થેલી મંગાવી અને વરરુચિને જણાવ્યું કે, “પંડિતજી! હવે નદીમાં થેલી શોધશો નહીં. આ હવે, તમારી સોનામહોરાની થેલી તે અહીં છે.’
બસ, વરરુચિનું મેં ઊતરી ગયું. એ એ ખસિયા પડી ગયે કે ગંગામૈયા પાણીમાં સમાવી દે તે ઠીક એવું એને થયું. મંત્રીશ્વરે પંડિતજીનું પાખંડ જનતાને અને રાજાને સમજાવ્યું. રાજા અને પ્રજાની આંખે રાતી પીળી થઈ. ધર્મને નામે ચાલતા આવા પાખંડ ઉપર પ્રજાને ક્રોધ આવે. આવા ઢોંગીને યોગ્ય સજા કરવા જનતા ઉશ્કેરાઈ ગઈ પરંતુ અવસરજ્ઞ ચતુર મંત્રીશ્વરે પડિતજીને સહીસલામત ઘર ભેગા કર્યા.
વરરચિને આમાંથી તેષ જાગ્યો. તેને મનમાં થયું કે નંદવંશને નાશ કરાવું. અરે! મંત્રી કુટુંબને નાશ કરાવું, વેરનો બદલે લઉં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org