________________
૧૪૨ જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ બસ, વૈર, વૈર અને વરને ધ્વનિ વરરુચિના કલેજામાં ખળભળવા લાગ્યો. એણે ડોક સમય જનતા અને રાજાને ભુલાવામાં નાખવા યુકિત આદરી. એના વિચારમાં એ પરદેશ ચાલ્યા ગયે.
મંત્રીશ્વર શકટાલને સ્થૂલભદ્ર અને શ્રીયક નામે બે પુત્રરત્ન હતાં. સ્થૂલભદ્રકુમાર ભણીગણ વિદ્વાન બ કિતુ મંત્રીશ્વર જેવો વ્યવહારદક્ષ, રાજપ૯ અને ચતુર નહોતે. પિતાએ તેને આ શિક્ષણ માટે પાટલીપુત્રની બહુ જ રૂપસંપન્ન અને કલાદક્ષ ગણાતી કોશા વેશ્યાને ત્યાં મૂક્યો. યુવાન સ્થૂલભદ્ર અને કેશા પ્રેમથી મળ્યા, જાણે પૂર્વ ભવના સનેહ સાગર માટે ચંદ્રિકાને વિકાસ થતું હોય એમ મળ્યાં, અને એક બીજાનાં આત્મીય બની ગયાં. કેશાએ વેશ્યાનો ધંધો છોડી દઈ કુલવધૂપણું સ્વીકાર્યું અને સ્થૂલભદ્દે ઘેર જવાનું માંડી વાળી કોશાને ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. પિતા પુત્રના રક્ષણ માટે અને કાલે સન્માર્ગે આવશે એમ સમજી બધું ખર્ચ ત્યાં મેકલતા હતા. આમ ને આમ બાર બાર વર્ષનાં વહાણાં વાયાં. દિવસ ને રાત સુખ, ગવિલાસ, રંગરાગ, સંગીત, નૃત્ય, એશ અને આરામમાં જવા લાગ્યા. સ્થૂલભદ્ર અને કોશાને સૂર્ય કયાં ને કયારે ઊગે છે અને ક્યારે આથમે છે, એનીયે પડી નહોતી.
અહીં પાછળ શ્રીયકના લગ્ન દિવસે નજીક આવ્યા. મંત્રીશ્વરે પિતાના નાના પુત્રને પરણાવવામાં પૂરો લહાવો લેવાનું વિચાર્યું. સાતે પુત્રીઓએ તે ભગવતી સરસ્વતીની માફક આજન્મ બ્રહ્મચર્ય પાળવાને જ નિયમ રાખ્યા હતા. સ્થૂલભદ્રજીને લગ્નોત્સવનો થઈ શક્યો એટલે માતાપિતાએ શ્રીયકના લગ્નમહોત્સવને જીવનમાં પહેલ કે છેલો જ ઉત્સવ માની પૂબ તૈયારી કરી હતી. એમની ઈચ્છા હતી કે ખુદ નંદરાજાને પિતાને ત્યાં બોલાવી રાજસત્કાર કરીશું અને એ માટે તે પિતાના મહેલમાં આભૂષણે શસ્ત્રો વગેરે તયાર કરાવતો હતો. આ સમાચાર વરરુચિને ગુપ્તભેદ દ્વારા મળ્યા અને વૈરને બદલે લેવાની તક સાંપડી. મંત્રીશ્વરે ગંગાના કિનારે કરેલા ભયંકર અપમાનને બદલે લેવાનું એને એ દ્વારા સૂઝી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org