________________
છઠું] આ૦ શ્રીસંભૂતિવિજયસૂરિ
૧૩૫ ચારે મુનિપંગ એકવાર ત્રીજે પહોરે શહેરમાં ગોચરી માટે ગયા છે. શિયાળાની ઋતુ છે અને આહાર લઈ પાછા ફરતાં કંઈક મોડું થયું છે, એટલે એમાંના એક મુનિવર તે ઉતાવળે ચાલતા ગુફાના દરવાજા પાસે પહોંચ્યા અને ચા પહાર શરૂ થઈ જવાથી ગુફાની બહાર જ ધ્યાનમાં ઊભા રહ્યા. બીજા મુનિવર નગરના ઉદ્યાનમાં પહોંચ્યા અને પહેરી શરૂ થઈ જવાથી ઉદ્યાનમાં જ કાઉસગ્ય ધ્યાને રહ્યા. ત્રીજા મુનિવર ઉદ્યાનની નજીકમાં પહોંચ્યા અને એથે પહોર શરૂ થવાથી ત્યાં જ કાઉસગ ધ્યાને રહ્યા અને ચોથા મુનિવર નગરની બહાર નીકળતાં જ થો પહોર શરૂ થવાથી ત્યાં જ કાઉસગ ધ્યાને ઊભા રહ્યા. શિયાળાને કડકડત હિમાળો વરસી રહ્યો હતે, ઠંડી એવી પડતી હતી કે કોઈને ઘર બહાર નીકળવાની હિંમત ચાલતી ન હતી. ત્યાં તે રાત્રિ પડી, નગરજને સુઈ ગયા. આ ચારે મુનિઓ માત્ર શા નિરા સર્વભૂતાનાં તસ્યાં કાર્તિ સંયમ સૂત્ર અનુસાર જિનેશ્વરદેવના નામના જાપ સાથે આત્મચિંતવન કરી રહ્યા હતા એમનામાં નહાતી લગારે દીનતા, ઉદાસીનતા કે શેક, પણ તેમનામાં આત્મગૌરવ, અદીનતા ને આત્માનંદ જળહળી રહ્યા હતા. તેઓ આજની ઠંડીનું પરિણામ કલ્પીને જ જાણે ઊભા હોય તેમ સંયમની જીવંત પ્રતિમારૂપ, શાંત, દઢ અને ધ્યાનમગ્ન હતા. તેમાંના ગુફાદારે ઊભેલા મુનિપુંગવ રાતના પહેલે પહેરે, ઉદ્યાનવાસી મુનિવરેન્દ્ર બીજા પહેરે, ઉદ્યાન નજીક ઊભેલા મુનિવર ત્રીજા પહેરે, અને નગર નજીકના મુનિશ્રેષ્ઠ ચેાથે પહેરે ધ્યાનમાં જ સ્વર્ગે પધાર્યા
આનું જ નામ સફળ આત્મસમર્પણ આનું જ નામ સંથમની સિદ્ધિ. આનું જ નામ આત્મવિકાસ અને આનું જ નામ ઍલ્યુપિમોત્સવાય હસતે મેઢ મૃત્યુની ભેટ સાચી અહિંસા, તપ અને સંયમની આ જ કસોટી હતી.
જે સમયમાં જેન શાસનમાં આવી ત્યાગમૂર્તિઓ, આવા આત્મજ્ઞાનીઓ અને આવા શ્રેષ્ઠ સાધુપુરુષે વિદ્યમાન હોય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org