________________
૧૩૪
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ “ભગવંત! હું હતત્સાહ થયે નથી. પણ મને વાચના ઓછી મળે છે એ લાગી આવે છે. આચાર્યો ખુલાસો કર્યો કે, “મારું ધ્યાન હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે. એ પછીથી તને યથેચ્છ વાચના આપીશ.” એટલે યૂલિભદ્રજીએ કહ્યું કે, “હે પશે! હજુ મારે કેટલું ભણવાનું બાકી રહ્યું છે !” ગુરુ બેલ્યા કે, “ તું હજી માત્ર બિન્દુ જેટલું ભણ્યો છે અને સમુદ્ર જેટલું તારે ભણવાનું બાકી છે.” પછી મહાપ્રાણુ ધ્યાન પૂર્ણ થતાં વધારે વાચના મળવા લાગી અને મહામુનિ સ્થૂલભદ્ર બે વસ્તુ ઓછી એવા દશ પૂર્વ સુધી અર્થ સહિત ભણું ગયા અને પછી બાકીનાં ચાર પૂર્વ મૂળ માત્ર જ ભણ્યા બીજા કેઈને ૧૪ પૂર્વનું જ્ઞાન થયું જ નહીં એટલે આ ભદ્રબાહુવામી અર્થ સહિત ચૌટે પૂર્વના જાણનારા છેલ્લા શ્રુતકેવલી મનાય છે.
શ્રીભદ્રબાહુવામીજી ધ્યાન પૂર્ણ થયા પછી વિહાર કરતા કરતા પાટલીપુત્ર ઉદ્યાનમાં પધાર્યા, અને પાટલીપુત્રના શ્રીસંઘે આ મહાજ્ઞાની, ધ્યાન, તપસ્વી, આમાથી સૂરિપુંગવનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. આ સમયે પાટલીપુત્રમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનું રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું હવે દેશમાં સર્વત્ર શાંતિ અને આનંદ હતાં એટલે રાજા, મંત્રી અને પ્રજાએ સૂરિજીના ઉપદેશા મૃતનું પાન બહુ જ પ્રેમથી કર્યું. ચાર ધ્યાની શ્રમણેઃ - રાજગૃહીના ચાર શ્રીમંત વણિક ગૃહસ્થોએ સુરિજીના ઉપદેશથી પ્રતિબધ પામી જૈન દીક્ષા લીધી. તેઓ ગુરુ પાસે રહી, જ્ઞાન મેળવી, અહિંસા, તપ અને સંયમમાં ઉત્કૃષ્ટ બની ગુરુઆજ્ઞાથી એકાકી વિચારવા લાગ્યા. હવે તેમણે અભિગ્રહ લીધે કે જંગલમાં રહેવું. જ્યારે ભિક્ષા માટે જવું હોય ત્યારે જ નગરમાં. ત્રીજા પહેરે એક જ વાર જવું અને બાકીના સમયે આત્મચિંતવન કરવું. તેઓ આ પ્રમાણે નક્કી કરી રાજગૃહીની પહાડીઓની ગુફા એમાં સતત આત્મચિંતવનમાં જ સમય ગાળવા લાગ્યા. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org