________________
૧૨૮ જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ પરાજિત કરી શકીશ. એણે રાજાને ખબર આપ્યા. રાજાએ શહેરમાંની દરેક બિલાડીઓને પકડી પકડીને દૂર કાઢી મૂકી અને રાજપુત્રને જોયરામાં સંતાડી દીધા. બરાબર સાતમે દિવસે જ ધાવમાતા રાજપુત્રને ભેંયરામાં સ્તનપાન કરાવી રહી હતી તે વખતે દરવાજાની ગળ અકસ્માત રાજપુત્રના માથા ઉપર જ પડી અને તરત જ રાજપુત્રનું મૃત્યુ થયું. રાજાને, વરાહમિહિરને અને પ્રજાને ખબર પડી કે વરાહમિહિરનું ભવિષ્ય જૂઠું કર્યું છે અને જૈનાચાર્યનું ભવિષ્ય જ્ઞાન સત્ય થયું છે. વરાહમિહિરે તપાસ કરીને જાહેર કર્યું કે ભગળ પડવાથી મૃત્યુ થયું છે, બિલાડીથી મૃત્યુ નથી થયું. જેનાચાર્યના કથન મુજબ રાજપુત્રનું મૃત્યુ નથી જ થયું. સૂરિજી મહારાજે પુછાવ્યું કે, ભેગળના માથે શાને આકાર છે તે તપાસ કરો. તપાસ કરાવતાં માલૂમ પડયું કે ભગળને માથે બિલાડીનું જ મેં છે, બસ. શહેરમાં આ સમાચાર ફેલાઈ ગયા. સૂરિજીએ રાજસભામાં જઈ રાજાને આશ્વાસન આપ્યું, ધમપદેશ આપ્યા અને સંસારની ક્ષણભંગુરતા સમજાવી. રાજાએ આ ઉપદેશથી પ્રતિબદ્ધ પામી જૈન ધર્મ સવીકાર્યો. હવે વરાહમિહિરને એટલે બધે ક્રોધ ચઢયો કે તે પિતાના ગ્રંથો જ બાળવા તૈયાર થશે. આ જાણી સૂરિજીએ વરાહને ઘેર જઈ આશ્વાસન દઈ કહ્યું: “ભાઈ ! આ તારા પ્રમાદનું જ પરિણામ છે, શાસ્ત્રો તે સાચાં છે. માટે હવે પ્રમાદ ન કરીશ. તારી ભૂલથી તે શાસ્ત્રને ખોટો માને છે, તે પણ તારી ગંભીર ભૂલ છે.' આ સાંભળી વળી રાજાએ અને પ્રજાએ પણ એને સમજાવ્યું. પરિણામે વરાહમિહિરનો ગુસ્સો શાંત પડ્યો. કિન્ત વરાહમિહિરને જૈનાચાર્ય અને જૈન સંઘ ઉપર તે દ્વેષ રહી જ ગયે. આખરે તેણે શોકમાં ને શેકમાં જ મૃત્યુ પામી, વ્યંતર દેવ થઈ, જેન સંઘમાં મરકીને ઉપદ્રવ ફેલા. આ. ભદ્રબાહુસ્વામીને આ વસ્તુની જાણ થતાં શ્રી સંઘના ઉપદ્રવનિવારણ માટે “ઉવસગ્ગહર સ્તોત્ર' બનાવ્યું અને આ સ્તોત્ર ગણીને તેનું મંત્રેલું પાણી છાંટવાથી રાગની શાંતિ થશે એમ જણાવ્યું. સૂરિજી મહારાજના કહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org