________________
હું]
આ૦ શ્રીસંભૂતિવિજયસૂરિ
૧૨૭ તે વખતે એક મોટું પર (બાવન) પળને માછલું આ કુંડાળાની વચમાં આવીને પડશે, એમ જણાવી તેણે મેટું કુંડાળું બનાવ્યું. આ સમાચાર આ ભદ્રબાહુસ્વામીને મળ્યા. તેમણે રાજાને કહેવરાવ્યું કે એ માછલું કુંડાળાની વચ્ચે નહિ કિન્તુ કે કુંડાળાની એકાદ કિનારી દબાય તેમ પડશે અને તે માછલું પર (બાવન) પળનું નહિ કિ તુ પો (સાડી એકાવન) પળનું હશે. વરાહમિહિરને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એણે વધુ જીદ પકડી કે મારી જ વાત સાચી ઠરવાની છે. આખરે નિયત દિવસે અને નિયત સમયે માછલું પડયું અને આ ભદ્રબાહુસ્વામીએ જે કહ્યું હતું તેવા માપ, સ્થાન અને પ્રમાણનું જ પડ્યું. આ જોઈ રાજાને સૂરિજી ઉપર ભક્તિ ઉપજી, પ્રજામાં પણ સૂરિજી પ્રત્યે માન-ભક્તિ વખ્યાં અને વરાહમિહિરની કીર્તિને તે જબરો ફટકો લાગ્યા.
હવે વળી બીજે ગંભીર પ્રસંગ બને, રાજાને ત્યાં ઘણે દિવસે એક પુત્રને જન્મ થયે. વરાહમિહિરે એ રાજપુત્રનો જન્મ કુંડળી કરી ભવિષ્ય ભાખ્યું કે, “આ રાજપુત્ર ૧૦૦ વર્ષ જીવશે.” રાજા અને પ્રજામાં ભાવિ રાજાના જન્મથી અને તે પણ દીવસૃષી હવાથી ખૂબ જ આનંદ પ્રસર્યો. સમસ્ત પ્રજાએ અને જુદા જુદા ધર્માચાર્યોએ રાજાને વધામણ અને આશીર્વાદ પાઠવ્યા. માત્ર આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામીએ ન તે રાજાને આશીર્વાદ પાઠવ્યા કે ન રાજાને વધામણ મોકલી. વરાહમિહિરે આ પ્રસંગને હાથમાં લઈ જૈનાચાર્યની ખૂબ જ નિંદા કરાવી. જેનાચાર્ય અવ્યવહારજ્ઞ છે, વેદિયા છે વગેરે વગેરે વાતે ચલાવી. સૂરિજી મહારાજે તે આ સમાચાર મળતાં જ જાહેર કર્યું કે બે વાર રાજસભામાં શા માટે જ? એક વાર જઈશું. આ સાંભળી ભકતાએ પૂછ્યું,
ભગવાન ! કેમ આમ કહે છે?' સૂરિજીએ કહ્યું: “ભાઈ ! આ રાજપુત્ર માત્ર સાત દિવસને જ મહેમાન છે અને એનું મૃત્યુ બિલાડીથી થશે.” વરાહમિહિરને આ સમાચાર મળ્યા તેવું જ તેણે કહ્યું: “સૂરિજી ભૂલ્યા છે. મારું ભાખેલું ભવિષ્ય કદાપિ ન ન ફરે. એને મનમાં નક્કી હતું કે સૂરિજીને આ વખતે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org