________________
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ પ્રજાને રંજિત કરી શકતે, પછી તે પિતાની કીર્તિ વધારવા એણે એક સુંદર ગષ્ય પણ ચલાવી કે “હું નાનું હતું ત્યારથી મને જ્યોતિષવિદ્યાનો બહુ જ શોખ હતું. હું એકવાર જંગલમાં ઢોર ચારવા ગયે હતું ત્યાં રમતાં રમતાં મેં એક શિલા ઉપર સિંહ લગ્નની કુંડલી બનાવી હતી. સાંજે વખત થઈ જવાથી હું ઉતાવળમાં ને ઉતાવળમાં એ કુંડલી ભૂસ્યા સિવાય ઘેર ગયે પણ રાત્રે યાદ આવતાં વિચાર આવ્યો કે એ બનાવેલી લગ્ન કુંડલી ભૂંસી નથી, માટે અત્યારે જઈને ભૂંસી નાખું. તરત જ હું કઈ પણ જાતને ડર રાખ્યા સિવાય એક જંગલમાં ગયે ને જોયું તે એ લગ્ન ઉપર એક સિંહ બેઠો હતો. સિંહને પણ ડર રાખ્યા સિવાય મેં એની નીચે હાથ નાંખી એ કુંડલી ભૂંસી નાખી. સિંહ તે મારું આ પરાક્રમ જોઈ પ્રસન્ન થયે અને સૂર્યરૂપે પ્રત્યક્ષ થઈને બોલ્યા: “હે વત્સ! હું તારી આ લગ્ન ઉપરની ભક્તિ અને તારું પરાક્રમ જોઈ પ્રસન્ન થયો છું. તું વરદાન માગ? મેં કહ્યું કે હે સૂર્યદેવતા! યદિ આપ મારા ઉપર પ્રસન્ન જ થયા છે તે મને યાતિષચક્રના દરેક ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાને, એની ચાલ તથા સંપૂર્ણ જ્યોતિષમંડળ બતાવે. સૂર્યદેવે મારી વિનંતિ સ્વીકારી, મને આખું તિષમંડળ બતાવ્યું અને મને ઘણે કાળ સુધી ત્યાં રાખે.
આ રીતે મિહિરના પ્રસાદથી મને આ જ્ઞાન મળ્યું છે અને તેથી જ મારૂં “વરાહમિહિર” એવું નામ પ્રસિદ્ધ થયું છે. વગેરે વગેરે.'
આ વાતથી વરાહમિહિરની ખ્યાતિ વધી પડી. તેણે વારાહીસંહિતા” નામે ગ્રંથ બનાવે છે.
પરંતુ વરાહમિહિરને આટલાથી સંતોષ ન થયો. એણે પિતાને આચાર્યપદન આપનાર જૈન સાધુઓની અને જૈન સંઘની નિંદા કરવા માંડી. એકવાર એણે રાજા સમક્ષ એક મહાન ભવિષ્યવેત્તા તરીકે ભવિષ્યવાણી કહીઃ “હે રાજન ! હું એક મોટું કુંડાળું બનાવું છું, આ ચોમાસામાં અમુક દિવસે ઘેર વૃષ્ટિ થતી હશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org