________________
૧૨૫
છઠું
અ. શ્રીસંભૂતિવિજયસૂરિ જ્યારે વરાહમિહિર ન તે જ્ઞાનમાં આગળ વધે, ન તો સંયમ માર્ગે આગળ વધે. એટલે ગુરુજીએ રેગ્યતા ન જેવાથી તેને આચાર્યપદથી અલંકૃત ન કર્યો. વરાહમિહિરને આથી ઘણે જ ગુસ્સો ચડ્યો, એટલું જ નહિ ડિતુ એને એમ લાગ્યું કે ગુરુજીએ પક્ષપાત કર્યો છે. ત્યાર પછી વરાહમિહિર મૌન રહ્યો. તેણે મનમાં જ માની લીધું કે ગુરુજીએ ભલે આચાર્ય પદવી ન આપી પરંતુ શ્રીભદ્રબાહસ્વામી તે મારા ભાઈ જ છે ને! તે તે ગુરુજીના સ્વર્ગ પછી મને આચાર્ય પદવી જરૂર આપશે. સ્વર્ગવાસ પછી વરાહમિહિરે પોતાના ભાઈ આ૦ શ્રીભદ્રબાહુ સ્વામી પાસે પિતાને આચાર્યપદ આપવાની માગણી કરી, પરંતુ આ ભદ્રબાહુવામીએ એને કખી ના પાડી અને જણાવ્યું કે, “આચાર્યપદને ભાર
ગ્ય પુરુષને જ અપાય છે. જે પદ ગુરૂજીએ તને અાગ્ય ધારીને ન આપ્યું તે પદ હું તને કેમ આપી શકું? આ આચાર્યપદ તે આત્મકલ્યાણની-જીવનવિશુદ્ધિની ઉચ્ચ પારાશીશી છે. તે પદ યોગ્ય પાત્રને જ અપાય છે. * વરાહમિહિર આ મહાન પદને માત્ર યશ, કીર્તિ અને વાહવાહનું જ સાધન બનાવવા માગતું હતું. એનામાં આચાર્યપદની તે શું કિન્તુ સાધુપદની પણ યથાર્થ ગ્યતા ન હતી.
વરાહમિહિરે જોયું કે હવે આચાર્ય પદ મળે તેમ નથી, તેથી તે ગુસ્સામાં સાધુવેશને તિલાંજલી દઈ રાજાને માન્ય પુરોહિત બન્યું. વરાહમિહિરે સાધુ અવસ્થામાં જોતિષવિદ્યાને સારે અભ્યાસ કર્યો હતો, એટલે એ વિદ્યાથી રાજાને અને
*“ચતુર્વિશતિપ્રબંધ'માં વરાહમિહિરે પ્રતિષ્ઠાનપુરના રાજા શત્રુજિતને પિતાની કલાવડે રાજી કર્યો. આથી રાજાએ વરાહમિહિરને પિતાને પુરોહિત બનાવ્યા, એમ જણાવ્યું છે. અંચલગરછ પદાવલીમાં તે પ્રતિષ્ઠાનપુરના શત્રુજિત રાજાને પુરોહિત થયે એવો ઉલ્લેખ છે. પરંતુ “પ્રબંધ ચિંતામણિ'માં તે નંદરાજા આગળ માન પામ્યો એમ ઉલ્લેખ છે. તેમજ પ્રબંધ ચિંતામણિ'માં વરાહમિહિરને પાટલીપુત્ર (પટણું)ને રહેવાસી જણવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org