________________
૧૨૪
આવશ્યક ન અપાવવાના જ
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું વાસ્તવિક અને સર્વદેશીય જીવનચરિત્ર પણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. અમે તો સચેટ માનીએ છીએ કે એક આવશ્યકનિયુક્તિ જ શ્રીભદ્રબાહસ્વામીને નવસર્જકનું બહુમાન અપાવવા પૂર્ણ રીતે સમર્થ છે.” આ ગ્રંથમાં ૬ આવશયકેનો અરસપરસને સંબંધ, તેના અર્થો વગેરે નિક્ષેપપૂર્વક સુંદર રીતે સમજાવ્યા છે. એકેક શબ્દની ઉપર ગંભીર વિચારણા સજી પૂર્વાપર સંબંધ એ નિર્યુકિતના નામને સાર્થક કર્યું છે.
આવી જ રીતે દશવૈકાલિક' વગેરેની નિતિઓ પણ ખૂબ જ રહસ્યમય, ગંભીર અને વિશદ વ્યાખ્યાનપાંડિત્યથી પૂર્ણ છે. તેમાં પ્રથમ મૂળ સૂત્રની અને પછી જુદા જુદા અધ્યયનની વિવેચના કરી અરસપરસ અધ્યયનેને સંબંધ છે અને નિક્ષેપાપૂર્વક સ્પષ્ટીકરણ કરી વિશદ વસ્તુદર્શન આપણી સામે રજૂ કર્યું છે.
- આ સૂરિજીનું સાહિત્ય નવસર્જનની દિશામાં નવી ભાત પાડવા સાથે જ આપણા બધાને એક વસ્તુ ખૂબ જ સમજાવે છે કે “મૌલિકતા અને નવસર્જનને નામે મૂળ સિદ્ધાંતની વફાદારી કદીયે ન ચૂકશો.”
છેદસૂનું એમનું સંકલન એમના અદ્દભુત પાંડિત્ય, દીર્ધદષ્ટિ અને સ્યાદ્વાદના રહસ્યવેત્તા તરીકેના ગોરવમાં ઉમેરે કરે છે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું સુંદર સમીકરણ તે વાંચીને ખરેખર પચાવવા જેવું છે. ' સૂરિજી મહારાજે “ઉપસર્ગહર તેત્ર’ બનાવ્યું છે. કયા સંજોગોમાં બનાવ્યું, તે માટે એક મોટી દંતકથા પરંપરાથી ચાલે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે.
આ ભદ્રભાસ્વામી અને વરાહમિહિર બંને ભાઈ હતા. ભદ્રબાહસ્વામી ચૌદપૂર્વનું જ્ઞાન મેળવી શ્રુતકેવળી થયા. ગુરુજીએ તેમને જેમ શાસનના દીપક ધારી, આચાર્ય પદથી અલંકૃત કર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org