SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૩. ] આ૦ શ્રીસંભૂતિવિજયસૂરિ ઘનિર્યુક્તિ ૧૧૬૪ (૧૧૭૦) પર્યુષણાકપનિયુક્તિ સંસકતનિર્યુક્તિ ૨૪ (અપ્રાપ્ય) ઉવસહર સ્તોત્ર વસુદેવચરિયું ૧૨૫૦૦૦ ભલબાહુસંહિતા આ ભદ્રબાહસ્વામીએ ઉપર પ્રમાણે શાસ્ત્રસર્જન કર્યું છે. સંસકત નિયુક્તિ આજે ઉપલબ્ધ નથી એટલે તે કેની રચના છે તેના નિર્ણય માટે વિદ્વાનોમાં મતભેદ છે. આજે હિંદભરના જૈનસંઘમાં પર્યુષણ પર્વમાં પરમ પવિત્ર શ્રીકલ્પસૂત્ર” વંચાય છે તેને પણ આ આચાર્યદેવે જ પોતે બનાવેલ “દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનને વિસ્તાર કરીને રચેલ છે. એકંદરે આ આચાર્ય એ યુગના મહાન નવસર્જનકાર છે. . આ સર્જનથી તેમના અદભુત જ્ઞાનપ્રભા, તત્કાલીન સર્વ દર્શનનું પરિશીલન, ગણધરવાદની નિપુણતા, દેશ-વિદેશનું જ્ઞાન, ઈતિહાસ પટુતા, વીતરાગવાણીને સરલ રીતે રજૂ કરવાની કલા, સ્યાદવાદને વ્યાપક બનાવવાની ધગશ, ઉત્સગ અને અપવાદનું યુક્તિસંગત વિશ્લેષણ કરવાની વ્યવસ્થાશકિત અને કાવ્ય પ્રતિભા વગેરેને આપણને સંપૂર્ણ પરિચય મળી જાય છે અને સહજ રીતે જ આપણું મરતક એ જ્ઞાનકુંજના ચરણમાં નમી જાય છે. - “આવશ્યકનિર્યુક્તિ” તે જૈન શાસનનો સોમુખી સીમાથંથ છે, એમ કહીને તે ચાલે. વર્તમાન યાવસર્પિણી કાળની એતિહાસિક ઘટનાઓનું આદિથી અંત સુધીનું શૃંખલાબદ્ધ વર્ણન ક્યાંય હોય તે સૌ પ્રથમ આ આવશ્યક નિકિતમાં જ ઉપલબ્ધ થાય છે. ચોવીશ તીર્થકર ભગવંતે, એમના માતાપિતા, પૂર્વભવે, પાંચે કલ્યાણક ક્યાં ક્યારે થયાં, વગેરે વગેરેને પ્રાચીન ઉલેખ આ ગ્રંથમાં દેખાય છે. તેમજ ૧૨ ચક્રવતી, ૯ બલદેવ, ૯ વાસુદેવ, અને પ્રતિવાસુદેવ એ ૬૩ મહાપુરુષોનાં જીવનચરિત્રના ઈતિહાસનું આ પ્રાચીન ગ્રંથમાં સુચારીત્યા દર્શન થાય છે. ચિકિત અને અાદનું પરિચય પણું મસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy